Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

શ્રીનગરમાં મોસ્ટ વોન્ટેડ ૯ આતંકીને ઠાર મારવા કે જીવતાં પકડવા મદદ કરનાર માટે મોટા ઇનામો

જમ્મુઃ કાશ્મીર પોલીસ ફરી એકવાર હાસ્યાસ્પદ બની રહી છે.  તેના પોતાના દાવાઓથી પીછેહઠ કરી રહી છે.  બંને દાવા આતંકવાદીઓ વિશે છે.  પહેલા શ્રીનગર પોલીસે  શ્રીનગરને આતંકવાદમુકત જાહેર કરી દીધેલ અને બીજુ, તે સતત કહેતી હતી કે કાશ્મીરમાં હવે થોડા ક જ આતંકીઓ બાકી રહયા છે.

પરંતુ શ્રીનગર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ મોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાં અલગ જ ચિત્ર બતાવવામાં આવ્યું છે.  તેણે શ્રીનગરમાં હાલમાં કાર્યરત ૯ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું પોસ્ટર બહાર પાડ્યું છે અને તેમને પકડવા અથવા મારવામાં સહકાર આપનારાઓને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

હમણાં સુધી પોલીસ શ્રીનગરને આતંકવાદમુકત જાહેર કરતી હતી.  છ મહિના પહેલા તેમણે જાહેરાત કરી હતી કે શ્રીનગરમાં કોઈ આતંકવાદી બચ્યો નથી.  પરંતુ હવે ખુદ નવ આતંકીઓની શ્રીનગરમાં હાજરી હોવાની ઘોષણા કરીને તેણે આતંકીઓ માટે કરેલા પોતાના જ દાવા પર પ્રશ્નો સર્જવાની તક આપી છે.

જોકે, રાજધાની શ્રીનગરને આતંકવાદીઓથી મુકત બનાવવાનો દાવો ગત વર્ષે ૩ જુલાઈએ કરવામાં આવ્યો હતો.  તે પછી શ્રીનગરમાં અનેક એન્કાઉન્ટર થયા છે, જેમાં કાશ્મીર પોલીસ હવે કહે છે કે આતંકવાદીઓ માર્યા ગયેલા આતંકવાદીઓ  શ્રીનગરનો ટ્રાન્ઝિટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ કહેતી હતી કે આતંકીઓ શ્રીનગરમાં ફન્ડિંગ  અને તબીબી સહાય માટે આવતા રહે છે.

અને તે જ રીતે, કાશ્મીરમાં જૂજ આતંકવાદીઓ બાકી હોવાનો દાવો હવે કાશ્મીર પોલીસ દ્વારા જ ખોટો પાડવામાં આવી રહ્યો છે.  હવે શ્રીનગર પોલીસ કહે છે કે આ સંખ્યા ૨૦૦ થી વધુ હોઈ શકે છે. ઘુસણખોરીને આ માટેના એક કારણ તરીકે દર્શાવે છે અને કહે છે કે એલઓસી અને સીમાપારથી થતી દ્યૂસણખોરી રોકી શકાતી નથી, જેના કારણે કાશ્મીરમાં આતંકીઓની સંખ્યા ફરી એકવાર વધી રહી છે.

(1:21 pm IST)