Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોરોના રસીકરણ આટલુ ધીમુ ચાલશે તો વર્ષો લાગી જાશે : શકિતસિંહ ગોહીલ

રજીસ્ટ્રેશન પ્રક્રિયાની નાના માણસોને લાભ નથી મળતો : વ્યવસ્થા બદલો

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના રસીકરણમાં દાખવાતી ધીમી ગતિને લઇને કોંગ્રેસના નેતા શકિતસિંહે સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યુ છે કે જો આટલી ધીમી ગતિએ રસીકરણ ચાલશે તો બધાને રસી આપતા વર્ષોનો સમય લાગી જશે.

રાજય સભાના સાંસદ શકિતસિંહે જણાવ્યુ હતુ કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ હજાર નવા કેસ નોંધાયા છે. ૧૪૦ લોકોના મૃત્યુ થયા છે. નિષ્ણાંતોના મતે કોરોનાનો બીજો વેવ શરૂ થઇ ચુકયો છે અને તે ખતરનાક પુરવાર થઇ શકે છે.

આ તરફ સરકાર રસીકરણના મામલે ખોટી માયાજાળ સર્જી રહેલ છે. માર્ચના ૧૧ દિવસોમાં ફકત ૯૫ લાખ લોકોને રસી અપાઇ. છે. અત્યાર સુધીમાં ૧.૫ ટકા લોકોને રસી અપાઇ છે. જો આ રીતે કામ ચાલશે તો તો બધાને રસી અપાવામાં ૧૮ વર્ષ જેવો સમય લાગી જશે.

વળી ભારતને પોતાની જ રસી છે.  કયાય દુર મંગાવવા જવુ પડે તેમ નથી. તેમ છતા વિલંબ શાનો? સીરમ ઇન્સ્ટીટયુટ જણાવે છે કે રસી તૈયાર થયા બાદ વધુ સમય લાગે તો બીનઉપયોગી થઇ શકે છે.

શકિતસિંહે માંગણી ઉઠાવી કે કોરોના રસીકરણની પ્રક્રિયાને વિકેન્દ્રીત કરી દેવામાં આવે. હાલ જે રજીસ્ટ્રેશન સીસ્ટમ છે તેનાથી તો ઉચ્ચ અને મધ્યમવર્ગ જ રસી મેળવી શકશે. સામાન્ય લોકો રજીસ્ટ્રેશન કરાવી નહીં શકે અને રસીના અધિકારથી વંચિત રહી જશે. વ્યવસ્થા બદલવી જરૂર હોવાનું શકિતસિંહે જણાવ્યુ હતુ.

(1:19 pm IST)