Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

વસિમ રિઝવીની સુપ્રિમમાં અરજી પછી વિવાદઃ ઇસ્લામધર્મથી વિમુખ થઇ ગયાનો ફતવોઃ સિરચ્છેદ માટે ૧૧ લાખનું ઇનામ જાહેર

મુસ્લિમ ધર્મગુરૂએ કહ્યું, કુઆર્ન આકાશી ગ્રંથ છે તેમાં કોઇ ફેરફાર શકય નથીઃ અનેક સ્થળે આવેદન-દેખાવો

લખનૌ તા.૧પ : ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફમાંથી ર૬ વાકયોને હટાવી નાખવામાં માટે શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી એ સુપ્રિમમાં અરજી કરતા શિયા અને સુન્ની મુસ્લિમ સંપ્રદાયમાં વિવાદ સાથે રોષ વ્યાપી ગયો છે લખનૌથી જમ્મુુ કાશ્મીર સુધી ઉત્તર પ્રદેશ સહિત દેશમાં અનેક સ્થળોએ વસીમ સામે દેખાવો થઇ રહ્યા છે.અને આવેદનો અપાઇ રહ્યા છે.

જયારે સુન્ની અને શિયા સંપ્રદાયના ઉલેમાઓએ વસીમ ઇસ્લામ ધર્મમાંથી વિમુખ થઇ ગયાનો ફતવો પણ જારી કરી દીધો છે વસીમે કુઆર્નની ર૬ આયાતો (વાકય) જે  આતંકવાદને પ્રોત્સાહન આપી રહી હોવાને આક્ષેપ કરી તેને હટાવવા માંગ કરી છે.

લખનૌના ભાજપ લઘુમતી મોર્ચાના પ્રદેશ પ્રવકતા ઉપરાંત આગ્રાના મુસ્લિમ સમુદાયે વસીમ વિરૂદ્ધ આવેદનો આપ્યા છે. જયારે શનિવારે તો લખનૌમાં વસીમના ઘરની બહાર કેટલાક ઉલેમાઓએ કુઆર્ન પઠન કર્યું હતું. અનેમહીલા વર્ગએ તેના પોસ્ટર સળગાવ્યા હતા અને તે પોતાના ધર્મના નથી થયો તો બીજાનો શું થશેતેમ જણાવ્યું હતું.

બીજી તરફ લખનૌના ઇમામ વાડામાં શિયા સમાજના ધર્મગુરૂ કલ્બે જવ્વાદે દેખાવો કરવાની જાહેરાત કરી છે અને ઉલેમાઓએ કડક કાર્યવાહી વસીમ સામે કરવા માંગ કરી છે દારૂલ ઉલુમ દેવબંદએ પણ વિરોધ વ્યકત કર્યો છે.

લખનૌ ટીલેવાણી મસ્જીદના ઇમામ ફઝલેમન્નાન રહલીની નદવીએ વસીમને ઇઝરાયેલનો એજન્ટ બતાવતા કહ્યું કેતેનો હેતુ માત્ર સમાજને નુકશાન પહોંચાડવાનું છે.

એશબાગ ઇદગાહના ઇમામ ખાલીદ રશીદ ફરંગી મહલીએ કહ્યું કે કુઆર્ન કોઇ માનવી ઉપર નહી પણ પૈંગમ્બર સાહેબ ઉપર અવતરણ પામ્યું છે જેની ર૬ આયાતો તો ઠીક કાનામાત્રાનો પણ કોઇ ફરક કરી શકતું નથી.

જયારે કલ્બે જવ્વાદે કહ્યું કે વસીમ ઇસ્લામ ધર્મનો દુશ્મન છે તેનો ધર્મ કે શિયા સમુદાય સાથે કોઇ સબંધ નથી તે ચરમપાથી અને મુસ્લિમ વિરોધી સંગઠ્ઠનોનો એજન્ટ છે.

ઓલ ઇન્ડીયા શિયા પસર્નલ લો-બોર્ડના પ્રવકતાએ કહ્યું છેકે કુઆર્ન અલ્લાહનો ગ્રંથ છે કોઇના ઘરની લખેલ  નથી જેથી તેમાં ફેરફાર કરી શકાય.

આ દરમિયાન મોરાદાબાદ વકીલ મંડળના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રસી નેતા અમીરૂલ હસન જાફરીએ વસીમના શિરચ્છેદ કરનારને ૧૧ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરતા કહ્યું છે કે કુઆર્ને પાક વિરૂદ્ધ આવું નિવેદન કરનારની એવી સજા હોઇ અપરાધ નથી તે ઇન્સા ન નહી શૈતાન છે તેમણે કહ્યં કે, ફાળો કરીને પણ ૧૧ લાખની વ્યવસ્થા કરીશ આમ છતા જો રકમ ઘટશે તો પોતાના સંતાનોને પણ વેંચી નાખશે.

(1:18 pm IST)