Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

હું તો સમગ્ર મામલાનો નાનકડો ભાગ છું : સચિન વાઝે

૨૫ માર્ચ સુધી સચિનને એનઆઇએની કસ્ટડીમાં સોંપી દેવાયો

મુંબઇ તા. ૧૫ : NIA અધિકારીઓ સાથેની ૧૩ કલાકની પૂછપરછ દરમિયાન સચિન વાઝેનું જૂઠ્ઠું અનેકવાર પકડાયું હતું. આ કિસ્સામાં, મુંબઈ પોલીસના તત્કાલીન તપાસ અધિકારી ACP નીતિન અલકાનુરેને સચિન વાજે આ કેસ સોંપવામાં આવ્યો હતો, સચિન વાઝેએ ઘણી બાબતો એસીપી અલકાનુરે સાથે શેર કરી ન હતી. સચિન વાઝેને બેસાડવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસકર્મીઓને અલગ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

સચિન વાઝેએ NIA અધિકારીઓને કહ્યું, 'હું ફકત એક ભાગ છું. હું એન્ટિલિયા બિલ્ડિંગની પાસે વિસ્ફોટકથી ભરેલી કાર રાખવાના મામલાનો માત્ર એક નાનકડો (આઇએમપીસ ઓફ આઇસબર્ગ ઇન ધીસ કેસ) ભાગ છું. I am piece of Iceberg in this case.”

શનિવારે NIA સચિન વાઝેને પૂછપરછ કરવા તૈયાર નહોતું. હકીકતમાં, NIA સચિન વાઝેને પકડવાની તૈયારી કરી રહ્યું હતું. શનિવારે સવારે સચિન વાઝેએ તેના વોટ્સએપ પર ભાવનાત્મક સ્ટોરી લખી હતી અને શબ્દો એવા હતા કે સચિન વાઝે કોઈ પણ ખોટું પગલું ભરી શકે છે. સચિન વાઝે પર સતત નજર રાખતી NIA વાઝેને પૂછપરછ માટે ઓફિસમાં લઇ લઇ આવ્યા હતો.

સચિન વાઝેએ મુંબઈ પોલીસમાં કાર્યરત અધિકારીઓનાં નામ એનઆઇએને આપ્યા છે. એનઆઇએ એ પહેલા તેની ભૂમિકાની તપાસ કરશે. એનઆઇએ સચિન વાઝેની ટીમના સભ્યોની પણ પૂછપરછ કરશે. એનઆઇએ કેટલાક CIU પોલીસકર્મીઓના પ્રાથમિક નિવેદનો લીધા છે.

૧૩ માર્ચે સચિન વાઝેની સતત પુછપરછ દરમિયાન તેનું શુગર લેવલ ઘટી ગયું હતું. વાઝેએ કંઇ ખાધું ન હતું. તેને ઇલેકટ્રાલ પાણી આપવામાં આવ્યું હતું અને રાત્રે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જયાં તેને સલાઈન ચડાવવામાં આવ્યું.

૨૫ ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બાજુમાં છોડી દેવાયેલી વિસ્ફોટક ભરેલી કારની રિકવરી સંદર્ભે એક વિશેષ અદાલતે રવિવારે સહાયક પોલીસ નિરીક્ષક સચિન વાઝને ૨૫ માર્ચ સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

એનઆઈએના પ્રવકતાએ જણાવ્યું હતું કે શ્રી વાઝે ૧૩ માર્ચની રાત્રે ૧૧.૫૦ વાગ્યે 'કાર્મિકલ રોડ નજીક વિસ્ફોટકોથી ભરેલા વાહન મૂકવામાં ભૂમિકા અને સંડોવણી બદલ ધરપકડ કરી હતી.'

એસયુવી કાર ૨૫ ફેબ્રુઆરીએ ૨૦ જીલેટીન લાકડીઓ સાથે મળી આવી હતી અને પોલીસે જણાવ્યું હતું કે કાર ૧૮ ફેબ્રુઆરીએ અરોલી-મુલુંદ બ્રિજ પરથી ચોરી થઈ હતી.

શ્રી વાઝે સામે કલમ ૨૮૬ (વિસ્ફોટક પદાર્થના સંદર્ભે બેદરકારીભર્યુ વર્તન), ૪૬૫, ૪૭૩ (બનાવટી સીલ બનાવવા અથવા રાખવા)ની ધરપકડ કરવામાં આવી છે. ૫૦૬ (ધમકી), ૧૨૦ બી, કલમ ૨૮૬ વિ. લગાવાઇ છે.

કારના માલિક મનસુખ હિરેન, ઓટોપાર્ટ્સના વેપારી ૫ માર્ચે કાલવા ખાડીમાં મળી આવ્યા હતા. આ કેસ ૮ માર્ચે મહારાષ્ટ્ર પોલીસથી એનઆઈએમાં ટ્રાન્સફર કરાયો હતો, ૧૨ માર્ચે, થાણેની સેશન્સ કોર્ટે હિરેનની હત્યામાં શ્રી વાઝની પૂર્વ જામીન નામંજૂર કરી હતી.

શ્રી વાઝ મુંબઈ પોલીસના 'એન્કાઉન્ટર નિષ્ણાત' તરીકે જાણીતા છે. ૨૭ વર્ષીય સોફટવેર એન્જિનિયર ખ્વાજા યુનુસની કસ્ટોડિયલ મૃત્યુમાં ધરપકડ થયા બાદ તેને ૧૭ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ. પરંતુ ૫૮ દિવસની કસ્ટડીમાં હોવા બાદ તેને જામીન મળી ગયા હતા. જૂન ૨૦૨૦માં તેમને પોલીસ ફોર્સમાં અધિકારીઓની જરૂરિયાત દર્શાવીને ફરીથી કાર્યભાર સંભાળ્યો હતો. રિપબ્લીક ટીવીના અર્ણબ ગોસ્વામીની ધરપકડ માટે મોકલાયેલ પોલીસ ટીમની તેમણે આગેવાનીપણ લીધી હતી.

(1:17 pm IST)