Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખામાં આવેલ હિન્દુ મંદિરનું પૂનઃ નિર્માણ

આ મંદિરને નુકશાન પહોંચાડનારાઓને હિન્દુ સમુદાયે માફ કરી દીધા : ઉલ્લેમાઓ સાથેની બેઠકમાં સુખદ સમાધાન

પેશાવર તા. ૧૫ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખામાંૅ રહેવાવાળા હિન્દુ સમુદાયે સુબામાં આવેલ એક સદી પુરાણા મંદિરમાં તોડ ફોડ કરી આગ લગાવવાનાર આરોપી ટોળાને માફ કરી દેવાનો નિર્ણય  ગત શનિવારે સ્થાનિક ધાર્મિક નેતાઓ અને હિન્દુ સમુદાયના લોકોની બેઠકમાં લેવાયો હતો.

સ્થાનિક ઉલેમાઓ સાથેની બેઠક બાદ મીડિયાને માહીતી આપતા પાકિસ્તાન હિન્દુ કાઉન્સીલના અધ્યક્ષ રમેશકુમારે જણાવ્યુ હતુ કે આ ઘટનાએ દુનિયાભરના હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી હતી.  તહરીક એ ઇન્ફાસ પાર્ટીના વિધાયક કુમારે જણાવેલ કે ખૈબર પખ્તુનખાના મુખ્યમંત્રી મહમૂદખાનની અધ્યક્ષતામાં જિરગાની કાર્યવાહી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ મામલે ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે પણ ઉંડી ચિંતા વ્યકત કરી હતી. ત્યારે હવે જિરગા કાર્યવાહીએ સુઃખદ પરિણામો સર્જયા છે. પાકિસ્તાનના ઉચ્ચતમ ન્યાયાલયે ખૈબર પખ્તુનખા સરકારને મંદિરનું ફરી નિર્માણ કરી આપવા આદેશ આપ્યા છે.

(1:17 pm IST)