Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

" રાઈટ ટુ રિજેક્ટ " : જો બહુમતી મતદારો ' નન ઓફ ધ એબાઉ ' ( NOTA ) ને મત આપે તો ચૂંટણી રદ થવી જોઈએ : અમાન્ય ગણાયેલી ચૂંટણીના ઉમેદવારોને ફરીથી ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ : સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી : નામદાર કોર્ટએ ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી :  " રાઈટ ટુ રિજેક્ટ " અંતર્ગત  જો બહુમતી મતદારો ' નન ઓફ ધ એબાઉ ' ( NOTA ) ને મત આપે તો ચૂંટણી રદ થવી જોઈએ તેવી જાહેર હિતની અરજી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને લોયર અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કરી છે.

અરજીમાં જણાવ્યા મુજબ અમાન્ય ગણાયેલી ચૂંટણીના ઉમેદવારોને ફરીથી ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ . કલમ 324 મુજબ કરાયેલી તેમની આ અરજીના અનુસંધાને નામદાર કોર્ટએ  ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

પિટિશનર વતી એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ નામદાર કોર્ટને જણાવ્યું હતું કે તેઓએ આ બાબતે લગતા વળગતા અધિકારીઓનો ખુલાસો માંગ્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે એ જણાવ્યું હતું કે તમારું સૂચન મહત્વનું છે તેમછતાં અમે તે સ્વીકારી શકીએ નહીં.જેના અનુસંધાને પિટિશનરના એડવોકેટે જણાવ્યું હતું કે લોકમતની પરવા કર્યા વિના ઉભા રાખવામાં આવેલા ઉમેદવારોને પ્રતિનિધિત્વ કરતા રોકવા જોઈએ.તથા ફરીથી ચૂંટણી કરવી જોઈએ.જેના અનુસંધાને નામદાર કોર્ટએ ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો ખુલાસો માંગ્યો છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)