Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

26 મેએ આ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે : બપોરે 2 કલાક17 મિનિટથી શરૂ થશે: સાંજે 7 ,19 કલાક સુધી રહેશે.

એશીયાના પ્રદેશો, પ્રશાંત મહાસાગર તથા અમેરિકામાં જોઇ શકાશે:ભારતમાં આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હોવાથી ભારત પર તેની અસર જોઇ શકાશે નહી.

નવી દિલ્હી : ચંદ્ર ગ્રહણ પંચાંગ તથા જ્યોતિષ ગણતરી મુજબ 26 મે 2021ના રોજ થશે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણના સમયે સુતક કાળને ખાસ મહત્વ આપવામાં આવે છે. સૂતક કાળમાં કોઇ પણ શુભ કાર્ય કરી શકાતુ નથી અને એ શુભ ફળનુ સારૂ પરિણામ પ્રાપ્ત થતુ નથી. સૂર્ય તથા ચંદ્રમાની મધ્યમાં જ્યારે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્રમાં પર રોશની પડવાની બંધ થાય છે આ અવસ્થાને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

26 મે બુધવારના રોજ વૈશાખ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ચંદ્રગ્રહણ થશે. આ દિવસે બપોરે 2 કલાક 17 મિનિટથી ચંદ્ર ગ્રહણ લાગવાનું શરૂ થશે જે સાંજે 7 કલાક 19 મિનિટ સુધી રહેશે.

2021નું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્વના એશીયાના પ્રદેશો, પ્રશાંત મહાસાગર તથા અમેરિકામાં જોઇ શકાશે.

આ જગ્યાઓ પર પૂર્ણ ગ્રહણ દેખાશે. ભરાતમાં આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હોવાથી ભારત પર તેની અસર જોઇ શકાશે નહી.

  ગ્રહણના સમયે સૂતક કાળને મહત્વનો માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ જ્યારે થાય છે ત્યારે સૂતક કાળ 9 કલાક પહેલા લાગુ થઇ જશે. જ્યારે સૂર્ય ગ્રહણ લાગે ત્યારે 12 કલાક પૂર્વે શરૂ થઇ જશે. ચંદ્ર ગ્રહણમાં સૂતક લાગશે નહી કેમકે આ ચંદ્રગ્રહણ છાયા ગ્રહણ હોવાથી ભારતમાં પાળવામાં આવશે નહી.

વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ છાયા ગ્રહણ હોવાને કારણે સૂતક અવધિની અસર માનવામાં આવતી નથી. તેથી સૂતક સમયગાળાના નિયમો અસરકારક રહેશે નહીં. પરંતુ થોડી સાવધાની રાખી શકાય છે. નાના બાળકો, વડીલો અને સગર્ભા સ્ત્રીઓને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

(12:09 pm IST)