Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સચિન વાઝેએ NIAને કહ્યું- હું વિસ્ફોટક રાખવાની બાબતમાં માત્ર એક ભાગ છું

NIA અધિકારીઓ સાથેની 13 કલાકની પૂછપરછ કરી : અનેકવાર જૂઠ પકડાયું

મુંબઈ : NIA અધિકારીઓ સાથેની 13 કલાકની પૂછપરછ દરમિયાન સચિન વાઝેનું જૂઠ્ઠું અનેકવાર પકડાયું હતું. આ કિસ્સામાં, જ્યારે મુંબઈ પોલીસના તત્કાલીન તપાસ અધિકારી ACP નીતિન અલકાનુરેને સચિન વાજે તરફથી આ કેસ સોંપવામાં આવ્યો હતો, ત્યારે સચિન વાઝેએ ઘણી બાબતો એસીપી અલકાનુરે સાથે શેર કરી ન હતી. સચિન વાઝેને બેસાડવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસકર્મીઓને અલગ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

સચિન વાઝેએ NIA અધિકારીઓને કહ્યું, “હું ફક્ત એક ભાગ છું. હું એન્ટિલિયા બિલ્ડિંગની પાસે વિસ્ફોટકથી ભરેલી કાર રાખવાના મામલાનો માત્ર એક ભાગ છું

NIA સચિન વાઝેને પકડવાની તૈયારી કરી રહ્યું હતું. શનિવારે સવારે સચિન વાઝેએ તેના વોટ્સએપ પર ભાવનાત્મક સ્ટોરી લખી હતી અને શબ્દો એવા હતા કે સચિન વાજે કોઈ ખોટું પગલું ભરી શકે છે. સચિન વાઝે પર સતત નજર રાખતી NIA વાજેને પૂછપરછ માટે ઓફિસમાં લઇ લઇ આવ્યા હતો.

સચિન વાઝેએ મુંબઈ પોલીસમાં કાર્યરત અધિકારીઓનાં નામ NIA ને આપ્યા છે. NIA એ પહેલા તેની ભૂમિકાની તપાસ કરશે. NIA સચિન વાઝેની ટીમના સભ્યોની પણ પૂછપરછ કરશે. NIA કેટલાક CIU પોલીસકર્મીઓના પ્રાથમિક નિવેદનો લીધા છે.

13 માર્ચે સચિન વાઝેની સતત પુછપરછ દરમિયાન તેનું શુગર લેવલ ઘટી ગયું હતું. વાઝેએ કંઇ ખાધું ન હતું. તેને ઇલેકટ્રાલ પાણી આપવામાં આવ્યું હતું અને રાત્રે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને સલાઈન ચડાવવામાં આવ્યું.

(12:08 pm IST)