Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પેન્શનના લાભો સેવા નિવૃતિના દિવસે જ મળી જશે

પેન્શન કલ્યાણ વિભાગે તમામ મંત્રાલયોને પ્રક્રિયા ઝડપથી પુરી કરવા પત્રો લખ્યા

નવી દિલ્હી, તા. ૧૫ :. સેવા નિવૃત થતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે સેવા નિવૃતિ પર મળતા તમામ પ્રકારના પેન્શન લાભને વિના વિલંબે આપવાનો નિર્ણય લીધો છે. કાર્મિક મંત્રાલય અને પેન્શનર્સ વિભાગે તમામ મંત્રાલયોને પેન્શનનો લાભ નિવૃતિના દિવસે જ સુનિશ્ચિત કરી દેવા જણાવ્યુ છે.

વિભાગને જાણવા મળ્યુ હતુ કે નિયમો-નિર્દેશોમાં નિર્ધારીત સમય સીમા અને સોફટવેરના માધ્યમથી પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત કરવા છતા પેન્શન ચુકવણીના આદેશ અને સેવા નિવૃતિના લાભ વિલંબથી અપાતા હોવાની માહિતી મળી છે. વિભાગને મળેલી અનેક ફરીયાદોમાં સેવા નિવૃતિના અનેક મહિનાઓ બાદ પણ નિવૃતિની રકમ મળી શકતી નથી.

સેવા નિવૃતિની પેન્ડીંગ રકમના મોટાભાગના કેસોમાં કોર્ટના વિલંબથી વ્યાજ સહિતનું ચુકવણુ કરવાનો આદેશનુ તત્કાલ પાલન કરવા જણાવાયુ છે.

જો કોઈ વિભાગને પેન્શન પ્રક્રિયામાં વિલંબ દેખાય તો તેણે માહિતી આપવી પડશે.

(11:50 am IST)