Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

શૈક્ષણિક પ્રમાણપત્રો હવે ડિજિલોકરમાં સુરક્ષિત રહેશે

કેન્દ્રીય શિક્ષણમંત્રીએ ઓટીપીઆરએમએસ થકી પ્રમાણપત્રોને ડિજિલોકર સાથે જોડવાની કરી જાહેરાત

નવી દિલ્હી, તા. ૧૫ :. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે ગઈકાલે ઓનલાઈન શિક્ષક છાત્ર નોંધણી પ્રબંધન પ્રણાલી (ઓટીપીઆરએમએસ) થકી પ્રમાણપત્રોને ડિજિલોકર સાથે જોડવાની જાહેરાત કરી હતી.  તેમણે કહ્યુ હતુ કે આ માટે કોઈપણ પ્રકારના ચાર્જ આપવા નહિ પડે. આનાથી પ્રમાણપત્રો ગુમ થવાની આશંકા દૂર થઈ જશે અને છાત્રોએ તેની સત્યતા કરાવવા પ્રયાસ પણ કરવા નહિ પડે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે ઓટીપીઆરએમએસ પ્રમાણપત્રને ડિજિલોકર સાથે લોકર સાથે જોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જારી થયેલ પ્રમાણપત્રો ઓટોમેટીક ડિજિલોકરમાં પરિવર્તિત થઈ જશે અને રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ (એનસીટીઈ)ની વેબસાઈટ પર જઈ તેને નિહાળી શકાશે. નોકરી વગેરેમાં ચકાસણી માટે એક પ્રક્રિયા પણ વિકસીત કરાશે. તેમણે કહ્યુ હતુ કે ડિજિલોકર એપને એન્ડ્રોઈડ ફોન અને આઈફોન પર ડાઉનલોડ કરી શકાશે.

તેમણે કહ્યુ હતુ એનસીટીઈ તરફથી જારી ઓટીપીઆરએમએસ પ્રમાણપત્ર મેળવવા માટે ૨૦૦ રૂ.ની રજીસ્ટ્રેશન ફીને માફ કરી દેવામા આવી છે. આનાથી દેશભરમાં તમામ હિતધારકોને ફાયદો થશે. ડિજિલોકરમાં દસ્તાવેજોને ઈ-સક્ષમ બનાવી ડિજિટલ માધ્યમથી સુરક્ષિત અને વાસ્તવિક સમયમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકશે.

(11:49 am IST)