Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

શેરબજારમાં ભૂકંપઃ ઇન્ટ્રા-ડે સેન્સેકસ ૯૦૦થી વધુ પોઇન્ટ તુટયોઃ નીફટી ૧પ૦૦૦ની અંદર

કોરોનાનો કહેરઃ FIIની વેંચવાલીઃ અમેરિકી ટ્રેઝરી પર વ્યાજ વધવાથી બજારે ગોથુ ખાધુઃ ક્રુડના ભાવની પણ અસર : બેન્કીંગ શેર્સમાં સૌથી વધુ ઘટાડોઃ ICICI -એકસીસ, રિલા ઇન્ફ્રા. આર. પાવર તૂટયા

મુંબઇ, તા. ૧પ :  આજે સપ્તાહના પ્રારંભે શેરબજારે મોટુ ગોથુ ખાધુ છે. અમેરિકી ટ્રેઝરી પર વ્યાજ દરમાં વધારો એફ.આઇ.આઇ. ની વેંચવાની  તથા કોરોનાના કહેરને લીધે આજે સેન્સેકસ ઇન્ટ્રા-ડે ૯૦૦ થી વધુ પોઇન્ટ તુટ્યો છે. નીફટી પણ ૧પ૦૦૦ ની અંદર ટ્રેડ કરે છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૭પ૭ પોઇન્ટ ઘટીને પ૦૦૩પ તથા નીફટી ર૧૧ પોઇન્ટ ઘટીને ૧૪૮૧૯ ઉપર ટ્રેડ કરે છે.

આજે એફ.આઇ.આઇ.એ ૯૪ર.૬૦ કરોડના શેર વેંચ્યા હતા. સૌથી વધુ બેંક શેર્સ તુટ્યા હતાં.

પાવરગ્રીડ રર૩, એન.સી.એલ. ટેક ૯૮૮, ટી.સી.એસ. ૩૦પ૬, યુકો બેંક ૧૪.૪ર, આઇ.સી.આઇ.સી.આઇ. પ૯૩, એકસીસ ૭ર૩, સેટીન ૧૦૧, આર. પાવર ૪.૯૪, રિલા. ઇન્ફ્રા. ૩૭.૪૦, ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

ક્રુડના ભાવ વધતાં તેની પણ શેર બજાર ઉપર માઠી અસર જોવા મળી હતી.

(4:27 pm IST)