Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મુસ્લિમ યુવતીએ હિન્દૂ યુવક સાથે લગ્ન કર્યા પહેલા ધર્મ પરિવર્તન કર્યું ન હોવાથી લગ્ન અમાન્ય : લિવ ઈન રિલેશનશિપમાં રહી શકે છે : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટનો ચુકાદો

પંજાબ : મુસ્લિમ યુવતીએ  હિન્દૂ યુવક  સાથે લગ્ન કર્યા પહેલા ધર્મ પરિવર્તન કર્યું ન હોવાથી લગ્ન અમાન્ય ગણાય .હિન્દૂ સંસ્કૃતિ મુજબ હિન્દૂ પુરુષ સાથે લગ્ન કરતા પહેલા વિધર્મી મહિલાએ હિન્દૂ સંસ્કાર મુજબ હિન્દૂ ધર્મી બનવું  જરૂરી છે.અલબત્ત આવા લગ્ન કરનાર વિધર્મી સ્ત્રી અને પુરુષ લિવ ઈન રિલેશનશિપમાં રહી શકે છે.તેવો ચુકાદો તાજેતરમાં પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટએ આપ્યો છે.

ન્યાયમૂર્તિ અરુણકુમાર ત્યાગીની ખંડપીઠે જણાવ્યું હતી કે આવું દંપતી લિવ ઈન રિલેશનશિપમાં રહી પોતાની સ્વતંત્રતા તથા સામાજિક સુરક્ષા મેળવવાના પણ હક્કદાર છે.

ઉલ્લેખનીય છે કે 18 વર્ષની પુખ્ત વયની મુસ્લિમ યુવતીએ 25 વર્ષના હિન્દૂ યુવક સાથે 15 જાન્યુઆરી 2021 ના રોજ મંદિરમાં જઈ લગ્ન કર્યા હતા.અને તેઓનો વિરોધ થતા સુરક્ષા માંગી હતી જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:42 am IST)