Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠનને UNને આપ્યું લાખોનું ફંડ:સૌથી મોટો ખુલાસો

ભારતમાં ખેડૂતો મુદ્દે UN પાસે તપાસ કમિટીની રચના કરવા કરી હતી માગ

શીખ ફોર જસ્ટિસે UNને 10 હજાર ડૉલર એટલે કે 7 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હતું. હવે ખાલિસ્તાની સંગઠન આ ફંડના બદલામાં ખેડૂત આંદોલન મામલે ભારત વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના કરાવવા માગે છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારો માટે હાઈ કમિશ્નરના પ્રવક્તાએ શીખ ફોર જસ્ટિસને ફંડ આપવાની પુષ્ટિ કરી છે.

 રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રએ શીખ ફૉર જસ્ટિસ સંગઠનને 10 હજાર ડૉલર એટલે લગભગ 7 લાખ રૂપિયા ફંડ આપ્યું. હવે આ આતંકવાદી સંગઠન યૂએન પર દબાણ બનાવી રહ્યું છે કે ભારતમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન કથિત દુર્વ્યવહારની તપાસ માટે એક તપાસ કમિટીની રચના કરે.

અમેરિકામાં રહેતા શીખ ફૉર જસ્ટિસના મહાસચિવ ગુરપતવંત સિંહ પન્નૂને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, શીખ સંગઠન તરફથી 13 લાખ ડૉલર આપવાનું વચન આપ્યું છે જેથી સંયુક્ત રાષ્ટ્ર તરફથી તપાસ કમિટીની રચના કરી શકાય. આ પંચ ભારત તરફથી ખેડૂતો વિરૂદ્ધ લગાવવામાં આવેલા રાષ્ટ્રદ્રોહ અને હિંસાના આરોપોની તપાસ કરશે.

 

જોકે UNએ આ મામલે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. UN પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે શીખ ફોર જસ્ટિસ તરફથી ફંડ મળ્યું છે. પણ ભારત વિરુદ્ધ તપાસ કમિટીની રચનાની કોઈ યોજના નથી. શીખ ફોર જસ્ટીસને કોઈ ગેરસમજ થઈ હશે અને જો એવું હશે તો અમે ફંડ પરત ચૂકવી દઈશું.

(10:26 am IST)