Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પગનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનો ડોક્ટર્સે હાથ કાપી નાખ્યો: બિહારમાં હોસ્પિટલવાળા આપશે વળતર

મુઝફ્ફરપુર જિલ્લાના બ્રહ્મપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખોટુ ઈન્જેક્શન લગાવાના કારણે હાથ કાપવો પડ્યો

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક હૈરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં પગનું ઓપરેશન કરાવવા માટે આવેલી એક મહિલાનો ડોક્ટરે હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનાને લઈને પીડિત મહિલાએ હોસ્પિટલમાં ખૂબ હોબાળો મચાવ્યો હતો. દર્દીના પરિવારના લોકો ડોક્ટર્સ પર લાપરવાહીનો આરોપ લગાવતા વળતરની માગ કરી આર્ટિફિશિયલ હાથ લગાવવાની માગ કરી રહ્યા છે.

આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના બ્રહ્મપુરા વિસ્તારની છે. અહીં એક ખાનગી હોસ્પિટલમાં પગનું ઓપરેશન કરાવવા માટે આવેલી મહિલાનો ડોક્ટર્સે હાથ કાપી નાખ્યો હતો. આ ઘટના બાદ મહિલાને પટના રેફર કરવામાં આવી અને તેને આર્ટિફિશિયલ હાથ લગાવવા માટે હોસ્પિટલ તરફથી વળતર પણ આપવામાં આવશે.

હોસ્પિટલ સત્તાવાળાનું કહેવુ છે કે, તેમના ક્લિનિકમાં મહિલાનો હાથ કપાયો નથી. ત્યારે હવે આ ઘટનાને લઈને પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે

કરઝા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નરહરસરાય ગામની મહિલા આભા રાય ત્રણ ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં પડી ગઈ હતી. આ દરમિયાન તેને પાછળના ભાગે વાગ્યુ હતું. પરિવારના લોકોએ તેને બ્રહ્મપુરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ડોક્ટર્સે તેમના પગના ઓપરેશનની વાત કરી, જો કે ડોક્ટર્સે તેમના પગનું ઓપરેશન કરવાની જગ્યાએ હાથ કાપી નાખ્યો હતો. આ દરમિયાન તેને મળવા માટે સિનિયર ડોક્ટર્સ પણ આવ્યા હતા.  

  પીડિતાએ જણાવ્યુ હતુ કે, તે સમયે ડોક્ટર્સનું કહેવુ હતું કે, ખોટુ ઈન્જેક્શન લગાવાના કારણે હાથ કાપવો પડ્યો હતો. આ ઘટના બાદ મહિલાને પટના રેફર કરવામાં આવી હતી અને હોસ્પિટલ તરફથી પુરતૂ વળતર અને આર્ટિફિશિયલ હાથ પણ લગાવી આપશે.

(10:26 am IST)