Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

એસી, કુલર અને પંખાના ભાવ વધારવાની તૈયારી

પડતર કિંમતમાં વધારો થતાં હવે વિજળીનો સામાન મોંઘો થવા જઇ રહ્યો છે

નવી દિલ્હી,તા. ૧૫:  સતત વધતી જતી મોંઘવારીની અસર હવે વિજળી ઉપકરણો પર પણ પડવા જઇ રહી છે. પડતર કિંમતમાં વધારો થતાં હવે વિજળીનો સામાન મોંઘો થવા જઇ રહ્યો છે. આગામી મહિનામાં એસી, કૂલર અને પંખાના ભાવ વધુ ચૂકવવા પડી શકે છે. બજારમાં જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યું છે તેનાથી લગભગ નક્કી છે કે આગામી મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારી વધુ વધી જશે.

જેમ જેમ ગરમીની સિઝન નજીક આવી રહ્યું છે,એસી ની જરૂરિયાત મહેસૂસ થાય છે. જો તમે આ મહિને એસી ખરીઘું નહી તો આગામી મહિને તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. પડતર કિંમત વધતાં ૪ થી ૬ ટકાનો વધારો કરવામાં આવી શકે છે. તેની સીધી અસર એ થશે કે એવીની કિંમતમાં ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાનો વધારો થઇ શકે છે.

વિજ ઉપકરણ બનાવનાર કંપની પડતર કિંમતનો હવાલો આપી રહી છે. પોલિમર્સ, કોપર, સ્ટીલ, પેકેજિંગ મટેરિયલ્સના ભાવમાં ભારે ઉછાળો આવતાં ઉત્પાદન ખર્ચ વધ્યો છે. કોપરની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી છે. તેના કારણે વિજળીના ઉપકરણો મોંઘા થવા જઇ રહ્યા છે. કૂલરની કિંમતમાં પણ ૧ હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે.

એવું નથી કે ફકત એસી પર જ મોંઘવારીની માર પડવાની છે. પંખા પણ મોંઘવારીની મારથી બચી શકશે નહી. તાંબુ મોંઘુ થતાં પંખા બનાવવાનો ખર્ચ વધી શકે છે જેના લીધે હવે વેપારીઓ પંખાના ભાવ વધારી શકે છે. ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો પોતાની આર્થિક સ્થિતિ અનુસાર વિજ ઉપકરણો ખરીદે છે.

ગત વર્ષે ગરમીની સિઝનમાં કોરોનાના કારણે એકદમ ફ્લોપ રહ્યો હતો. આર્થિક સમસ્યાના કારણે લોકોએ સામાન ખરીઘો ન હતો. જેના લીધે વેપારીઓને ભારે નુકસાન થયું હતું. હવે જેમ જેમ દેશ કોરોનાને માત આપીને આગળ વધી રહ્યો છે તો આશા છે કે બિઝનેસ પર પણ તેની અસર પડશે. લોકો જરૂરિયાત અનુસાર ખરીદી કરશે અને તેની માંગ વધશે. આપૂર્તિ કરવા માટે કંપની વધુ ઉત્પાદન કરશે અને અર્થવ્યવસ્થા પહેલાં ની માફક દોડવા લાગશે.

(9:53 am IST)