Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

AIADMKનો ઢંઢેરો જાહેર : વર્ષે ૬ ફ્રી સિલિન્ડર અને દર પરિવારથી ૧નુ સરકારી નોકરીનું વચન

તમિલનાડુ વિધાનસભાની ૨૩૪ બેઠકો માટે ૬ એપ્રિલ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે

ચેન્નાઇ,તા. ૧૫: તમિલનાડુની કુલ ૨૩૪ વિધાનસભા બેઠકો માટે ૬ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે, જેના પરિણામ ૨ મેના રોજ આવશે, હાલમાં આ રાજયમાં ગઠબંધન અંતર્ગત ભાજપ અને AIADMK સાથે મળીને ચૂંટણી લડશે, નોંધનિય છે કે આજે આ મુદ્દે AIADMK દ્વારા દ્યોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સત્ત્।ાધારી AIADMK  મોટી ચૂંટણી જીતવા માટે મોટો દાવ રમી નાખ્યો છે. રવિવારે સાંજે પાર્ટીનો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વચન આપવામાં આવ્યું છે કે જો રાજયમાં ફરીથી અન્નાદ્રમુકની સરકાર બનશે તો દરેક પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આની સાથે દર વર્ષે દરેક પરિવારને છ એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે.

AIADMK ભાજપ સાથે જોડાણમાં તમિલનાડુ માં ચૂંટણી લડશે. AIADMK  ૧૭૭ બેઠકો પર ચૂંટણી લડશે, જયારે તેના જોડાણના ભાગીદારો ૪૩ બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. તે જ સમયે, ૧૪ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. તમિલનાડુ  વિધાનસભાની ૨૩૪ બેઠકો માટે ૬ એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.

દરેક વખતે આ રાજયની ચૂંટણીમાં કરુણાનિધિ અથવા જયલલિતાનો દબદબો રહેતો હતો, રાજયની રાજનીતિમાં આ બે નેતાઓની વિરાટ પ્રતિભાના જોરે અમુક વાર DMK તો અમુક વાર AIADMKસત્ત્।ામાં આવતી રહી છે, પરંતુ આ વખતે આ બંને મુખ્ય નેતાઓની ગેરહાજરીમાં આ વિધાનસભાની ચૂંટણી લડાવા જઈ રહી છે, અને કોંગ્રેસ-DMK સાથે તો AIADMK-ભાજપ સાથે ગઠબંધન ધરાવે છે.

(11:42 am IST)