Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

વેપાર સરળ બનશેઃ ૬૦૦૦થી વધુ કોમ્પલાયન્સ હટાવશે કેન્દ્ર સરકારઃ અગણિત ફોર્મ ભરવામાંથી મળશે મુકિત

બીઝનેશ કરવા એવા અનેક દસ્તાવેજો માંગવામાં આવે છે જે અત્યારે જરૂરી નથીઃ સરકાર પ્રોસેસ ઝડપી બનાવવા માગે છે

નવી દિલ્હી, તા. ૧૫ :. કેન્દ્ર અને રાજ્યો બન્ને સ્તર પર બીઝનેશને સરળ કરવાની યોજના બનાવી રહ્યા છે. એવા ૬૦૦૦ કોમ્પલાયન્સ એટલે કે પ્રોસેસને હટાવી દેવામાં આવે તેવી શકયતા છે. આ એવી પ્રોસેસ છે જેની હવે બહુ જરૂર રહી નથી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે સરકાર બીઝનેશને સરળતાથી લાવવા માગે છે તેથી આ પ્રકારની બાબતોને સમાપ્ત કરવામાં આવી રહી છે. અગણિત ફોર્મ ભરવાની જરૂરીયાત સમાપ્ત કરી દેવાશે.

ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડના સચિવ ગુરૂપ્રસાદ મહાપાત્રાએ તાજેતરમાં કહ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્યએ બેકાર કાનૂન-નિયમોની ઓળખ શરૂ કરી દીધી છે. આ એવા નિયમો છે જેની ભારતમાં કામ કરતી કંપનીઓ માટે જરૂરી નથી તેથી તેને દૂર કરવામાં આવશે.

એક સર્વેમાં એવુ જણાવાયુ હતુ કે મોટાભાગની કંપનીઓ માટે એક મોટી સમસ્યા ગવર્નન્સ ફ્રેમવર્કની જટીલતા છે. તેમા જૂના-પુરાણા સંખ્યાબંધ કાનૂનનો સમાવેશ છે.

(9:45 am IST)