Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકનું ખેડૂત આંદોલનને સમર્થન !! : કહ્યું દિલ્હીથી ખાલી હાથે પાછા ના જવું જોઈએ

એક વર્ષમાં ત્રણ વાર બદલી પામેલા રાજ્યપાલે કહ્યું -ટિકૈતની ધરપકડને લઈને બૂમરાણ મચી ત્યારે મેં રાત્રે ફોન કરીને તેની ધરપકડ રોકાવડાવી હતી.

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના વિરોધને લઈને કેન્દ્ર સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ખેડૂતોનું સમજ્યા વિનાનું નુકસાન થઈન રહ્યું છે. રાજ્યપાલ અહીં જ અટક્યા નહોતા, અને તેમણે કહ્યું, "આ દેશમાં ખેડૂતની હાલત સૌથી ખરાબ છે. જ્યાં સુધી દેશનો ખેડૂત અસંતોષ રહેશે ત્યાં સુધી દેશ મજબૂત નહીં બને." મલિકે MSP ને કાયદાકીય માન્યતા આપવાની પણ તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે, "હું ઇચ્છું છું કે આ મુદ્દો હલ થાય અને જરૂર પડી તો આ મુદ્દે આગળ પણ જઈશ."

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક બગપતના અમીનગર સરાય શહેરમાં એક રિસેપ્શન પર પહોંચ્યા હતા. મલિકે ત્યાં લોકોને સંબોધન કરતાં કહ્યું કે તેમણે ખેડૂતોના મુદ્દે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સાથે પણ વાત કરી હતી. એક ગવર્નર તરીકે તેમણે ખેડૂતોને દિલ્હીથી ખાલી હાથે ન પાછા મોકલવા અને તેમના પર લાઠીચાર્જ ન કરવા જણાવ્યું હતું.

 

મલિકે કહ્યું, "જ્યારે રાકેશ ટિકૈતની ધરપકડને લઈને બૂમરાણ મચી ત્યારે મેં રાત્રે ફોન કરીને તેની ધરપકડ રોકાવડાવી હતી." તેમણે કહ્યું કે શીખ સરદાર 300 વર્ષ જૂની વાત પણ યાદ રાખે છે. તેમણે કહ્યું, "શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લૂ સ્ટાર પછી તેમના ફાર્મ હાઉસમાં મહામૃત્યુંજયનું પાઠ કરાવ્યું હતું. અરુણ નહેરુએ કહ્યું હતું કે ઈંદિરાને ખબર હતી કે અકલ તખ્તને તોડ્યું માટે તેઓ મને છોડશે નહીં."

 

રાજ્યપાલ મલિકે ખેડૂત આંદોલન અને ચૂંટણીની ચર્ચાઓ સમયે તેમનું આ નિવેદન શા માટે છે એનએ તેનો અર્થ શું છે તે અંગે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમના ભાષણને કારણે સરકારની સમસ્યાઓ પણ વધી શકે છે. મહત્વનું છે કે સત્યપાલ મલિકની એક વર્ષમાં ત્રણ વાર બદલી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર, 2017 ના રોજ, સત્યપાલ મલિકને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ એક વર્ષનો કાર્યકાળ પૂરો થતાં પહેલા જ 23 ઓગસ્ટ, 2018 ના રોજ તેમને જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી ગવર્નર બનાવવામાં આવ્યા હતા. બાદમાં 30 ઓક્ટોબર 2019 ના રોજ તેમને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા, ત્યારબાદ બદલી કરીને મેઘાલય મોકલવામાં આવ્યા.

(12:00 am IST)