Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મહિલાની હત્યા પણ પોલીસની સંડોવણી સમગ્ર યુકેમાં મોટો ખળભળાટ: અદાલત અને પોલીસની વિનંતીને ફગાવી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા: બ્રિટનમાં અનેક મહિલાઓ આવી સ્થિતિનો સામનો કરી રહી છે: પ્રીતિ પટેલે સંપૂર્ણ અહેવાલ માગ્યો

લંડન: અહીં એક મહિલાની હત્યાના વિરોધમાં લોકો પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે લોકો કોરોના નિયમનો ભંગ કરીને મોટી સંખ્યામાં એકત્ર થઇ ભારે વિરોધ કરી રહ્યા છે.  સારાહ એવરાર્ડ છેલ્લે 3 માર્ચે ક્લાફામ કોમન (પાર્ક) ની નજીક જોવા મળી હતી.  તે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જવા માટે તેના મિત્રના ઘરેથી નીકળી હતી, પરંતુ સારાહ તેના ઘરે પહોંચી ન હતી અને એક અઠવાડિયા પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
એવેર્ર્ડના અપહરણ અને હત્યામાં પોલીસની કથિત સંડોવણી હોવાના સમાચાર મળતાં લોકો મહિલાઓ પરની હિંસાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને  સમગ્ર યુકેમાં ખળભળાટ મચી ગયો છે.
બ્રિટનમાં ઘણી મહિલાઓ દરરોજ જેનો સામનો કરે છે, તેવા ભય અને ભય પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે, શનિવારે રાત્રે ક્લેફામ કોમનમાં સેંકડો લોકો, પોલીસ અને અદાલતની વિનંટી છતાં  આ ઘટનાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે ટ્વીટ કર્યું હતું અને જણાવેલ કે તેમણે મેટ્રોપોલિટન પોલીસ દ્વારા આ ઘટના અંગે સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. એવેર્ર્ડના ખૂની અને મેટ્રોપોલિટન પોલીસના કોન્સ્ટેબલ વેઇન કુઝન્સ (58) ને દેખાવોના થોડા કલાકો બાદ શનિવારે પહેલીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)