Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

બે અવકાશયાત્રીએ સ્પેસ વૉક કર્યું, નાસાનો વીડિયો વાયરલ

વીડિયોને ૯૦ હજારથી વધુ વાર લોકોને જોયો : સ્પેસ સેન્ટરની બહારના હિસ્સામાં અમોનિયા જમ્પર કેબલને રિપેર કર્યો અને વાયરલેસ એન્ટીનાને બદલ્યું

વોશિંગટન,તા.૧૪ : ધરતીથી દૂર અંતરિક્ષમાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને સમયાંતરે આ સ્પેસ સ્ટેશનનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવું પડે છે. તેના માટે તેઓ જીવ જોખમમાં મૂકીને સ્પેસ વૉક કરે છે. તેનો અર્થ એ કે સ્પેસ સૂટ પહેરીને ખુલ્લા અંતરિક્ષમાં જાય છે. આવા જ બે અવકાશયાત્રીએ શનિવાર સ્પેસ વૉક કર્યું છે. ત્યાં રહેતા બે અવકાશયાત્રીએ ખુલ્લા અંતરિક્ષમાં બહાર જઈને સ્પેસ સ્ટેશનનું રિપેરિંગ કર્યું. તેનો વીડિયો નાસાએ જાહેર કર્યો છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ અવકાશયાત્રીઓને આ વીડિયો શૅર કરતાં લખ્યું કે, એક્શનમાં, જુઓ અવકાશયાત્રી માઇક હોપ્કિંસ સ્પેસ સેન્ટરથી બહાર જઈ રહ્યા છે. તેઓ પહેલેથી જ બહાર ઉપસ્થિત અવકાશયાત્રી વિક્ટર ગ્લોવરનો સાથ આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિક્ટર ગ્લોવરના સ્પેસ સૂટમાં લાલ રંગની ધારીઓ છે. બીજી તરફ હોપ્કિંસનો સૂટ સાદો છે.

             આવું એટલા માટે કે જેથી બંનેની ઓળખ થઈ શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને અવકાશયાત્રી સ્પેસ સેન્ટરથી બહાર જઈને તેના કેટલાક હિસ્સાનું રિપેરિંગ કરી રહ્યા છે. આ રિપેરિંગ કરવાનું કામ સ્પેસ સેન્ટરમાં રહેનારા અવકાશીયાત્રીઓને આપવામાં આવતા ટાસ્કનો હિસ્સો હોય છે. તેમાંથી લગભગ તમામને વારાફરથી કોઈને કોઈ કાર્ય કરવું પડે છે. શનિવારે ગ્લોવર અને હોપ્કિંસે સ્પેસ સેન્ટરની બહારના હિસ્સામાં અમોનિયા જમ્પર કેબલને રિપેર કર્યો. સાથોસાથ વાયરસેલ કોમ્યુનિકેશન એન્ટીનાને પણ બદલ્યું. આ વીડિયોને અત્યાર સુધી ૯૦ હજારથી વધુ વાર લોકોને જોયો છે.

(12:00 am IST)