Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સિંગર જુબિન નોટિયાલ પીએમ નરેન્દ્ર મોદીની માતાને મળ્યો

ફોટો શેર કરી ખાસ મેસેજ લખ્યો : સિંગર જુબિન નૌટિયાલ ગાંધી આશ્રમમાં શરૂ થયેલાં આઝાદીનાં અમૃત મહોત્સવમાં પરફોર્મ કરવાં પહોચ્યા હતાં

નવી દિલ્હી,તા.૧૪ : બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલ ગાંધી આશ્રમમાં શરૂ થયેલાં આઝાદીનાં અમૃત મહોત્સવમાં પરફોર્મ કરવાં પહોચ્યા હતાં. જુબિને વડાપ્રધાન નરેનદ્ર મોદીની માતા હીરા બાને મળી તેમનાં આશીર્વાદ લીદા હતાં. દેશને મળેલી આઝાદીને જલ્દી જ ૭૫ વર્ષ પૂર્ણ થવાનાં છે. આ સમયે 'આઝાદીનાં અમૃત મહોત્સવનું અમદાવાદનાં ગાંધી આશ્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. જુબિન નૌટિયાલએ આ મુલાકાત અને અમૃત મહોત્સવની તસવીરો તેમનાં ઓફિશિયલ ફેસબૂક પેજ પર શેર કરતાં એક ખાસ કેપ્શન લખી છે. મોદીનાં વખાણ કરતાં સિંગરે લખ્યું છે કે, હવે મને માલૂમ થયું કે, પીએમ આટલાં વિનમ્ર અને જમીનથી જોડાયેલાં કેમ છે. તેમણે આ તેમની માતા પાસેથી શીખ્યું છે.

    ગત શુક્રવારે ૧૨ માર્ચનાં નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરવા 'અમૃત મહોત્સવ'નો શુભારંભ કર્યો છે. આ દિવસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાનાં દાંડી સુધીની યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી છે. સાથે જ પીએમએ દાંડી માર્ચની રેલીને સંબધન કરતાં કહ્યું કે, અમારા દેશમાં મીઠાંનો અર્થ ઇમાનદારી છે. ત્યાં સિંગર જુબિન નોટિયાલ સિંગિંગ ફિલ્ડમાં જાણીતું નામ છે. તે તેનાં મ્યૂઝિક આલબમ્સ દ્વારા હજારો ફેન્સનાં દિલ પર રાજ કરે છે. એટલું જ નહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જુબિનનો અવાજ ખુબ પસંદ કરવામાં આવે છે. ગત દિવસો પહેલાં જુબિન નૌટિયાલ અને તુલસી કુમારનું નવું ગીત 'પહેલે પ્યાર કા પહેલા ગમ રિલીઝ થયુ હતું. આ ગીતનાં વીડિયોમાં પહેલી વખત ખુશાલી કુમાર અને પાર્થ સમથાન નજર આવ્યા છે. રિલીઝની સાથે જ આ સોન્ગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ હતું.

(12:00 am IST)