Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

હવે ૧૫ વર્ષ જૂના વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યૂ નહીં થાય

આગામી વર્ષે એપ્રિલથી જૂના વાહનો જોવા નહીં મળે : અગાઉ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે વાહન સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત કરી

નવી દિલ્હી,તા.૧૪ : સરકારી વિભાગ ૧ એપ્રિલ ૨૦૨૨થી પોતાના ૧૫ વર્ષ જુના વાહનોનું રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ નહીં કરાવી શકે, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ પ્રસ્તાવ આપ્યો છે, અને જો આ પ્રસ્તાવ સ્વિકારી લેવામાં આવશે તો તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર સાહસો, મ્યુનિસિપલ કોર્પોરેશનોનાં ૧૫ વર્ષ જુના વાહનો ભંગારમાં જશે. મંત્રાલયે એક ડ્રાફ્ટ પોલીસી ૧૨ માર્ચે જાહેર કરી છે, તે અંગે હિત ધારકો પાસે ૩૦ દિવસમાં ટિપ્પણીઓ, વાધાઓ અને સુચનો મંગાવવામાં આવ્યા છે, આ પહેલા ૧ ફેબ્રુઆરીએ રજુ કરાયેલા કેન્દ્રીય બજેટમાં પણ વ્હિકલ સ્ક્રેપેજ નિતીની જાહેરાત કરવામાં આવી છે, તે અનુસાર ખાનગી વાહનોનાં ૨૦ વર્ષ અને કોમર્શિયલ વાહનોનાં ૧૫ વર્ષ પુરા થવા પર ફિટનેશ ટેસ્ટ કરવો જરૂરી છે. આ અગાઉ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે વાહન સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત કરી ગતી. જે અંતર્ગત પર્સનલ વ્હીકલને ૨૦ વર્ષ બાદ અને કમર્શિયલ વાહનને ૧૫ વર્ષ પુરા થવા પર ફિટનેસ પરીક્ષણ કરાવવુ જરૂરી બની જશે. મંત્રાલયે આ નિયમના ડ્રાફ્ટમાં આપેલી સૂચના ૧૨ માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી.

            જેના પર ૩૦ દિવસ સુધીમાં ટિપ્પણી, સુધારા અને સુઝાવ મંગાવ્યા છે. ૧ ફેબ્રુઆરીએ સરકારે બજેટમાં વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે, તેનાથી લગભગ ૧ કરોડ જેટલા વાહન સ્ક્રપિંગ પોલીસી અંતર્ગત આવી જશે. સ્ક્રૈપ પોલીસીને લઈને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતું કે, આ પોલીસીના કારણે ૧૦ હજાર કરોડનું રોકાણ આવશે સાથે જ ૫૦ હજાર લોકોને રોજગારની તક પણ મળશે.જૂના વાહન નવા વાહનની સરખામણીએ ૧૦-૧૨ ગણુ વધારે પ્રદૂષણ ફેલાવે છે.

(12:00 am IST)