Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પાકિસ્તાનમાં વસતા હિન્દુઓની દરિયાદિલી : મંદિર ઉપર હુમલો કરનારાઓને માફ કર્યા : 50 જેટલા હુમલાખોરોની ધરપકડ કરાઈ હતી


ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા હિન્દુઓએ દરિયાદિલી દાખવી હિન્દૂ મંદિર ઉપર હુમલો કરનારા લોકોને માફ કર્યા છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનિસ્તાનમાં આવેલા એક સદી જેટલા પ્રાચીન મંદિર ઉપર હુમલાખોરોએ તોડફોડ કરી આગ લગાડી હતી.જેના પરિણામે પ્રાચીન ગણાતા મંદિરને નુકશાન થયું હતું.જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા.ભારત સરકારે વિરોધ નોંધાવ્યો હતો.

આ વિવાદને સુલટાવવા માટે હિન્દૂ અને મુસ્લિમ આગેવાનોની મિટિંગ મળી હતી.તથા મુસ્લિમ આગેવાનોએ આવા બનાવ ફરીથી નહીં બને તેવી ખાતરી આપી થઈ ગયેલી ઘટના માટે માફી માંગી હતી.જેના પરિણામે હિન્દૂ આગેવાનોએ હિન્દૂ સંસ્કૃતિ મુજબ તેઓને માફ કરવાની દરિયાદિલી દાખવી હતી.

ઉલ્લેખનીય છે  કે નામદાર કોર્ટએ પખ્તુનિસ્તાન સરકારને મંદિરનો પુનરોદ્ધાર કરાવી દેવાનો આદેશ કર્યો છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(7:49 pm IST)