Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

નંદીગ્રામમાં મમતા પર હુમલાના કોઈ પુરાવા નહિ :ચૂંટણી પંચે ષડયંત્ર માનવા ઈન્કાર કર્યો

સુપરવાઈઝરોએ હુમલામાં કોઈની સંભાવના હોવાની વાતને ફગાવી દીધી

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીપર નંદીગ્રામમાં થયેલા હુમલાને ચૂંટણી પંચે ષડયંત્ર માનવાવો ઈન્કાર કરી દીધો છે. રવિવારે ચૂંટણી પંચે કહ્યું કે, નંદીગ્રામમાં મમતા બેનરજી પર હુમલો થયો હોવાના કોઈ પુરાવા નથી મળ્યા.

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)એ આરોપ લગાવ્યો હતો કે, મમતા બેનરજી પર જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો હતો. TMC નેતા દિલ્હી ચૂંટણી પંચમાં પણ જઈ આવ્યા હતા અને તપાસની માંગ કરી હતી.

, નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)એ આરોપ લગાવ્યો હતો કે, મમતા બેનરજી પર જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો હતો. TMC નેતા દિલ્હી ચૂંટણી પંચમાં પણ જઈ આવ્યા હતા અને તપાસની માંગ કરી હતી.

   ચૂંટણી પંચે ખાસ સુપરવાઈઝર વિવેક દુબે અને અજય નાયક પાસે રિપોર્ટ માંગ્યો હતો. પગમાં ઈજા બાદ મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે, 4-5 લોકોએ તેમના પર હુમલો કરીને ઈજા પહોંચાડી છે. જો કે સુપરવાઈઝરોએ હુમલામાં કોઈની સંભાવના હોવાની વાતને ફગાવી દીધી છે

તેમના તરફથી ચૂંટણી પંચને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મમતા પર હુમલાના કોઈ પુરાવા નથી મળ્યા. જે સમયે મમતા બેનરજીને ઈજા પહોંચી, તે સમયે તેઓ પોલીસ ઘેરામાં હતી. જે બાદ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સરકારના રિપોર્ટને અધૂરો ગણાવીને મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાયને રવિવાર સુધી વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું

બુધવારે સાંજે થયેલી આ ઘટના બાદ ચૂંટણી પંચે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો અને રાજ્ય માટે બે સુપરવાઈઝરોની વરણી કરી હતી સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર વિવેક દુબે અને અજય નાયકે શનિવારે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી અને પછી રિપોર્ટ ચૂંટણી પંચમાં મોકલી આપ્યો હતો.

પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ચૂંટણી પંચને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નંદીગ્રામમાં 10 માર્ચે મમતા બેનરજીને (Mamata Banerjee) કારનો દરવાજો અથડાવાથી ઈજા થઈ હતી. જો કે તેમાં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે, કારનો દરવાજો મમતા બેનરજીના પગ સાથે કેવી રીતે અથડાયો

(12:00 am IST)