Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પશ્ચિમ બંગાળ ચૂંટણી: ભાજપના વધુ 63 ઉમેદવારોની યાદી જાહેર :સાંસદ બાબૂલ સુપ્રિયો અને લોકેટ ચેટર્જીને મળી ટિકિટ

ત્રીજા તબક્કાની 27 બેઠકો અને ચોથા તબક્કાની 36 બેઠકો મળી કુલ 63 ઉમેદવારો જાહેર

કોલકતા: ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે રવિવારે પાર્ટી કાર્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં આ યાદી જાહેર કરી છે. ભાજપે ત્રીજા તબક્કાની 27 બેઠકો અને ચોથા તબક્કાની 36 બેઠકો મળી કુલ 63 ઉમેદવારો જાહેર કર્યાં છે

જાણીતા અર્થશાસ્ત્રી અશોક લાહિડી અલીપુરદ્વારથી, રાજીવ બેનરજી ડોજમૂર, રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય સિંગુરથી, રાજ્યસભા સાંસદ સ્વપન દાસગુપ્તા તારકેશ્વરથી ચૂંટણી લડશે. સાંસદ નિશિથ પ્રમાણિક દીનહાટા, બાબુલ સુપ્રિયો ટાલિગંજથી ચૂંટણી લડશે. જ્યારે ચંડીતલાથી અભિનેતા યશ દાસગુપ્તા, બેહલા પૂર્વથી અભિનેત્રી પાયલ સરકાર ચૂંટણી લડશે.

ડૉ ઈન્દ્રનીલ ખાન કસબાથી, અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તી હાવડા શ્યામપુરથી ચૂંટણી લડશે. સાંસદ લૉકેટ ચેટર્જી ચુંચુડાથી ચૂંટણી લડશે. અંજના બસુ સોનારપુર દક્ષિણથી ચૂંટણી લડશે. હાવડા દક્ષિણથી રંતિસેન ગુપ્તાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

ગઈકાલે જ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 5 વિધાનસભા ચૂંટણી માટે બાકી બચેલા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપ પહેલા જ બે તબક્કાની યાદી જાહેર કરી ચૂક્યું છે. જેમાં અનેક સુપરસ્ટાર સામેલ છે. આ સિવાય નંદીગ્રામથી શુભેન્દૂ અધિકારીને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે તમિલનાડુના ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે, તમિલનાડુમાં ભાજપ NDAના ઘટક પક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યું છે. અમે રાજ્યની 20 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડીશું. પ્રદેશ અધ્યક્ષ એલ મુરુગન ધારાપુરમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા એચ રાજા કરાઈકુડીથી તો સાઉથ અભિનેત્રી ખુશ્બુ સુંદર થાઉસન્ડ લાઈટ્સ બેઠક પરથી ચૂંટણી લડશે.

કેરળમાં ભાજપ 115 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં ઈ. શ્રીધરન પલક્કડ બેઠક પરછી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ કુમ્મનમ રાજશેખરન નેમોમ બેઠક પરથી ચૂંટણી લડશે. સીકે પદ્મનાભનને ધારમાડોમથી ટિકિટ આપવામાં આવી છે. જ્યાં તેઓ મુખ્યમંત્રી પી. વિજયનને ટક્કર આપશે

(12:00 am IST)