Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કોરોનાથી મૃત્યુ પામી રહેલ માતાના વિડીયો કોલે સૌના હૈયાને હચમચાવી દીધા: સંતાનોએ વિશ્વને સંદેશ આપતા કહ્યું કે તમારા પરિવારને પ્રત્યેક ક્ષણે તમારી નજીક રાખો અને માણતા રહો, માણી લ્યો

કોરોનાવાયરસ ને લીધે મૃત્યુ પામી રહેલ માતાએ મૃત્યુ પૂર્વે વિડિઓ કોલ ઉપર પોતાના ૩ સંતાનોને અંતિમ  વિદાય આપેલ. આ વિડિઓએ સેંકડોના હૃદય હચમચાવી દીધા છે.
સુસાન ઓલસોપ, ઇંગ્લેન્ડના શેફિલ્ડમાં રહે છે, કોરોના રોગચાળાથી બચવા તમામ સાવચેતી  છતાં  તેણીને વાયરસનો ચેપ લાગ્યો હતો અને જ્યારે ખોરાક અને પ્રવાહી લેવાનું બંધ થયું ત્યારે તાત્કાલિક સુસાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં તેનું દુ:ખદ અવસાન થયું હતું.

તેણીનું મૃત્યુ થતાં પહેલા આ 'અદભૂત અને મજબૂત' માતાએ તેના ત્રણ બાળકોને હ્રદયસ્પર્શી વિડિઓ કોલમાં અંતિમ વિદાય લેવાની ફરજ પડી હતી, જેણે અનેકની આંખો ભીની કરી દીધી હતી.

સંતાનો ક્રેગ, કેરી અને લી સાથે વાત કર્યા પછી, ૬૪ વર્ષીય સુસાન, જે શેફિલ્ડના ફિસ્કરટનના શોર્ટફેરી કારવાં પાર્કમાં રહેતી હતી, તે કોમામાં ચાલી ગયેલ અને તેનું ૫ માર્ચે અવસાન થયું હતું તેમ મિરર નોંધે છે.

તેની પુત્રી કેરીએ યોર્કશાયર લાઇવને કહ્યું: "ખૂબ દુ:ખની ​​વાત છે કે આજે અમારે  અમારી સુંદર માતાને વિદાય આપવી પડી.

“આજે સવારે અમે ત્રણેય સંતાનોએ હોસ્પિટલ જવા માટે ફોન કર્યો હતો.  દુર્ભાગ્યવશ, તેના ફેફસાંને ખૂબ જ નુકસાન થયું હતું અને તેનું શરીર છોટી રહ્યું હતું.

“અમે તેની સાથે કેટલાંક કલાકો વિતાવ્યા અને કહેલ કે તેણી કેટલી આભૂતપૂર્વ અને મજબૂત છે.  તેના બધા પરિવારજનો અને મિત્રો દ્વારા કેટલો પ્રેમ કરે છે.

તે ખૂબ જ શાંત અને સુંદર દેખાતી હતી, રંગોથી ભરેલી હતી અને જાણે ઘરે સૂતી હોય તેવી લાગતી હતી..

સંતાનોએ કહ્યું કે મમ્મીનાં ૬૪ આશ્ચર્યજનક વર્ષો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, અને અમે બધા તેની સાથે શેર કરેલા સમયને યાદ કરીને  ખુશ છીએ.  એટલું જ ખીશું કે તમારા પરિવારને પ્રત્યેક ક્ષણે તમારી નજીક રાખો અને માણતા રહો, માણી લ્યો."

અમારી માતાએ આખું વર્ષ રોગચાળા દરમિયાન "સાવધ" રહેલ, તેના  બાળકો માટે આ હકીકત પચાવવી મુશ્કેલ બનેલ છે. વાઇરસ આટલી કઠોરતાથી જીવન લઈ શકે છે ?

સુસાને સૌ પ્રથમ શ્વાસ સાથે સંઘર્ષ કરવો શરૂ કર્યો હતો અને પછી માથાનો દુખાવો થયો હતો. હતો પરંતુ જ્યારે તે  ખાતી કે પીતી ન હતી ત્યારે પુત્ર ક્રેગને તેને નોર્ધર્ન જનરલ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.

૩૫ વર્ષીય ક્રેગે જણાવ્યું હતું કે: "મારી માતાએ સમગ્ર રોગચાળામાં ખૂબ કાળજી રાખી હતી અને તેથી જ રોગચાળાના આ તબક્કે તેને વાયરસ વળગ્યો તે ખૂબ દુ:ખદ છે.

“મને લાગે છે કે અમારા ઘણા મિત્રો અને કુટુંબો  હજી સુધી કોવિડની ગંભીર માંદગી વિશે જાણતા નહોતા..

 "જ્યારે અમે મમ્મીને ગુડબાય કહ્યું ત્યારે, અમે બધા પોઝિટિવ રહેવાનો ખૂબ  પ્રયાસ કરી રહ્યા પરંતુ અમે અંદરથી બધા જ તૂટી ગયા હતા. ક્રેગે હવે કોરોના પીડિતો માટે ફંડ રેઇઝિંગ શરૂ કરેલ છે.

(12:00 am IST)