Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

'આઈ.પી.એલ. 2021 ' : એમ.એસ.ધોની સાધુના વેશમાં ? : ઇન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર બ્રોડકાસ્ટમાં સાધુના લેબાશમાં એમ.એસ. ધોની : ક્લીન શેવ અને લાંબા ઘટ્ટ વાળવાળા ધોનીને સાધુના વેશમાં જોઈને ચાહકો આશ્ચ્રર્ય ચકિત : સોશિઅલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટાએ ચકચાર જગાવી

ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL ) 2021 દ્વારા જાહેર કરાયેલા  સત્તાવાર બ્રોડકાસ્ટમાં એમ.એસ.ધોનીને  સાધુના લેબાશમાં દર્શાવાયા છે. ક્લીન શેવ અને લાંબા ઘટ્ટ વાળવાળા ધોનીને  સાધુના વેશમાં  જોઈને તેમના ચાહકો આશ્ચ્રર્ય ચકિત થઇ ગયા છે. નવી સિઝન પહેલા ધોની ચેન્નઈ સુપર કિંગ્સ ખાતે તાલીમ શિબિરનું નેતૃત્વ કરવા માટે આ મહિનાની શરૂઆતમાં ચેન્નઈ પહોંચ્યા છે. આઈ.પી.એલ.માં તેઓ ચેન્નાઇ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે .તેમના સાધુ વેશમાં વાઇરલ થઇ રહેલા ફોટાએ ચકચાર જગાવી છે.

 ઇન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર બ્રોડકાસ્ટર્સ, સ્ટાર સ્પોર્ટ્સે શનિવારે એમ.એસ.ધોનીનો એક નવો ફોટો પોસ્ટ કર્યો છે . જેમાં સાધુના વેશમાં માથે મુંડન કરાવેલો એમ.એસ.ધોનીનો ફોટો  મુક્યો છે.જે સોશિઅલ મીડિયામાં વાઇરલ થતા જાત જાતની કોમેન્ટ  શરૂ થઇ ગઈ છે.

9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલ 2021 ના વ્યાવસાયિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતા આ ફોટો મહત્વનો બની રહેશે .અમુક ચાહકોના મતે ધોનીની ગંભીર અને શાંત મુખમુદ્રા ક્રિકેટના મેદાન માટે આકર્ષક બની રહેશે.જેમાં તેઓને એક સંતની જેમ શાંતિથી બેઠેલા દર્શાવાયા છે.જોકે એક વ્યક્તિએ આ ફોટો મેરિટલ  આર્ટસ ટ્રેનિંગ કેમ્પ માટે યોગ્ય ગણાવ્યો હતો .જેનો સ્ટાર સ્પોર્ટ્સે ઇન્કાર કર્યો હતો.અમુક વ્યક્તિઓએ  એવી કોમેન્ટ કરી હતી કે અમને ધોનીનો જાણેકે આ નવો અવતાર હોય તેવું લાગે છે. ફોટો જોઈને ધોનીને શાંત અને ધીરજ ધારણ કરેલા યોદ્ધા સાથે સરખાવનારા ચાહકોની સંખ્યા વધુ હતી.તેવું ઈ.ટી.ડી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)