Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

BCCIનો મોટો નિર્ણય : આવતા વર્ષથી IPLમાં 10 ટિમો ભાગ લેશે : બે નવી ટીમો જોડાશે : મે મહિનામાં હરાજી

મે મહિના સુધીમાં નવી ફ્રેન્ચાઇઝીની હરાજીની પ્રક્રિયા સહીત વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાશે

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 2022થી 10 ટીમો ભાગ લેશે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી સિઝન (2021)ના અંતિમ તબક્કા દરમિયાન મે મહિનામાં હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિત BCCIના ટોચના અધિકારીઓએ શનિવારે વર્ષની શરૂઆતમાં IPL મેનેજમેન્ટ કમિટી દ્વારા મંજૂર કરાયેલ વિવિધ નીતિગત નિર્ણયો પર વિચાર માટે એક બેઠક બોલાવી હતી.

BCCIના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, આવતા વર્ષે IPLમાં 10 ટીમો ભાગ લેશે અને આ વર્ષે મે મહિના સુધીમાં નવી ફ્રેન્ચાઇઝીની હરાજીની પ્રક્રિયા અને તેની સાથે જોડાયેલી વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે.

 

આ વર્ષે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થશે. જેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

છેલ્લા કેટલાક દિવસોથી વેન્યુને લઈને અનેક વિવાદ થઈ રહ્યાં હતા. જ્યારથી એવા સમાચાર મળી રહ્યાં છે કે, આ વખતે BCCI અમદાવાદ, કોલકતા, દિલ્હી, બેંગલુરૂ, ચેન્નઈ અને મુંબઈના નામ પર વિચાર કરી રહી છે, ત્યારથી વિવાદ થઈ રહ્યો હતો. તાજેતરમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી પણ આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વેન્યુને લઈને વકરતા વિવાદ પર અત્યાર સુધી BCCIએ ચુપકિદી સાધી છે.

IPL 2021 શરૂ થવાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થશે. જેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

(12:00 am IST)