Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

આંધ્ર પ્રદેશ સ્થાનિક સ્વરાજ ચૂંટણી: YSRનો વિજયી ડંકો : 75માંથી 74 સીટ જીતી લીધી: ભાજપ- ટીડીપીનો સફાયો

તમામ 12 નગર નિગમ અને 75 નગરપાલિકા અને પંચાયતોમાં જીત : 12 નગર નિગમોમાં 671 મંડળમાંથી 90માં ઉમેદવારો બિન હરીફ ચૂંટાયા

આંધ્ર પ્રદેશમાં નગર નિગમની ચૂંટણી માટે હાલ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં આવેલા આંકડા અનુસાર સત્તાધારી યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (YSRCP) રાજ્યમાં મોટી જીત નોંધાવી રહી છે. પાર્ટીએરાજ્યમાં 75માંથી 74 સીટો જીતવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ પાર્ટી તમામ 12 નગર નિગમ પર જીત મેળવી શકે છે. પાર્ટીના ઉમેદવારોએ અનંતપુર, કડપ્પા, કૂર્નૂલ, ચિત્તૌર, તિરુપતિ, ઓન્ગોલે અને ગુંટૂરમાં શાનદાર જીત મેળવી છે.હાલમાં વિજયવાડા અને વિશાખાપટ્ટમ નગરપાલિકામાં મતગણતરી ચાલુ છે. અહીં પણ વાયએસઆર આગળ છે.

તમામ 12 નગર નિગમ અને 75 નગરપાલિકા અને પંચાયતો માટે 10 માર્ચના રોજ મતદાન થયુ હતું. 12 નગર નિગમોમાં 671 મંડળમાંથી 90માં ઉમેદવારો વગર ચૂંટણી થતાં બિન હરીફ ચૂંટાયા છે. તો વળી નગરપાલિકાઓ અને નગર પંચાયતોમાં 490 વોર્ડમાંથી સભ્યો સર્વસન્મતિ સાથે ચૂંટાયા છે.

રાજ્યમાં અહીં વાયએસઆર, ટીડીપી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો થયો હતો. રાજ્યમાં 12 નગર નિગમ, 71 નગર પાલિકાઓ અને નગર પંચાયત પર ચૂંટણી થઈ રહી છે. હાલમાં જ ખતમ થયેલી પંચાયત ચૂંટણીમાં વાયએસઆરે 80 ટકા સીટો પોતાના નામે કરી છે. પાર્ટીના પ્રદર્શનમાં ટીડીપી બીજા નંબરે રહી છે. એટલુ જ નહીં વાયએસરના જગનમોહને તો ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂની મજબૂત સીટ કુપ્પમમાં પણ જીત મેળવવામાં સફળ રહ્યા છે.

(12:00 am IST)