Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

EVM - VVPAT કેસ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસઃ ૨૫ માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ

નવી દિલ્હી તા. ૧૫ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબપુ નાયડુના નેતૃત્વમાં ૨૧ વિપક્ષી દળો તરફથી ઇવીએમ અંગે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુંટણીપંચ અને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે. કોર્ટે બંનેને ૨૫ માર્ચ સુધી તેમનો જવાબ આપવા માટે કહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ કરવામાં આવી છે કે તે ચુંટણી પંચને આદેશ આપે કે કાઉન્ટિંગ દરમિયાન ઓછામાં ઓછા ૫૦ ટકા વીવીપેટ પેપરની તપાસ કરવામાં આવે.

સીજેઆઇ રંજન ગોગોઇની નેતૃત્વવાળી બેંચે ચુંટણી પંચને એ પણ કહ્યું કે, તે આ મામલે કોર્ટના સહયોગ માટે કોઇ વરિષ્ઠ અધિકારીને તૈનાત કરે. આ મામલાની વધુ સુનાવણી ૨૫ માર્ચે થશે.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળ ઇવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેની માંગ છે કે ચુંટણીના પરિણામોને ઘોષિત કર્યા પહેલા વીવીપેટ પેપરનું ઇવીએમમાં રહેલ મત સાથે સરખામણી કરવામાં આવે. તેના માટે ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે.સી.વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશચંદ્ર સહિત વિપક્ષના ૨૧ નેતાઓએ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા.

વિપક્ષી નેતાઓએ ચુંટણી પંચના એ દિશા નિર્દેશને પકડાર્યો. જેમાં પ્રતિ વિધાનસભા ક્ષેત્રની કોઇ એક પોલિંગ સ્ટેશનના વીવીપેટ કાઉન્ટને અનિવાર્ય કરવામાં આવી છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ચુંટણી પંચ આ પ્રકારે કુલ ઇવીએમના ૫૫ ટકાથી પણ ઓછા વીવીપેટની સરખામણી થશે.

અરજીમાં ૨૦૧૭માં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટ એક નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટે ચુંટણી પંચને દરેક ઇવીએમમાં વીવીપેટ લગાવાના આદેશ આપ્યો હતો.

(3:44 pm IST)
  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • સુપ્રિમ કોર્ટનો ચુકાદો શ્રીસંત પર BCCIનો પ્રતિબંધ રહેશે યથાવતઃ ક્રિકેટર શ્રીસંતની અરજી મુદ્દે સુપ્રિમનો ચુકાદો : શ્રીસંતને ક્રિકેટ રમવા પરનો આજીવન પ્રતિબંધ સુપ્રિમે હટાવ્યો : બીસીસીઆઈને શ્રીસંતનો પક્ષ સાંભળવા સુપ્રિમનો આદેશઃ શ્રીસંત પર બીસીસીઆઈનો પ્રતિબંધ રહેશે યથાવત access_time 11:28 am IST