Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

શિવસેના એક વર્ષમાં મહારાષ્ટ્ર સરકાર છોડી દેશે :ભાજપ સાથે ગઢબંધન તોડી નાખશે : આદિત્ય ઠાકરે

પાર્ટી 2019ની ચૂંટણી એકલાહાથે લડશે: શિવસેના પોતાનાં બળે સત્તામાં પરત આવશે.

મુંબઇઃ શિવસેનાએ કહ્યું કે તેઓ એક વર્ષની અંદર ભાજપાનીત મહારાષ્ટ્ર સરકાર છોડી દેશે.પાર્ટી 2019ની ચૂંટણી એકલાહાથે લડશે મુંબઈથી 240 કિ.મી દૂર અહમદનગર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા શિવસેનાનાં યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ કહ્યું કે ગઠબંધનમાંથી દૂર થયા બાદ શિવસેના પોતાનાં બળે સત્તામાં પરત આવશે.

આદિત્યએ વધુમાં જણાવ્યું કે શિવસેના એક વર્ષમાં સરકાર છોડી દેશે અને પોતાનાં બળ ઉપર સત્તામાં તે પરત આવશે. જો કે પાર્ટી સરકાર ક્યારે છોડશે તેનો નિર્ણય તો શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2019માં થશે

(12:44 am IST)