Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કયા જિલ્લામાં બીજા દોરમાં કેટલું મતદાન

સાબરકાંઠામાં સૌથી વધુ ૭૭ ટકા

        અમદાવાદ, તા.૧૪ : બીજા તબક્કામાં ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. બીજા તબક્કાનું ચિત્ર જોવામાં આવે તો સૌથી વધારે સાબરકાંઠામાં ૭૭ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. બીજા તબક્કામાં પ્રથમ તબક્કા કરતા આંશિકરીતે વધુ મતદાન નોંધાયું છે.બીજા તબક્કામાં ક્યા કેટલું મતદાન થયું હતું તે ચિત્ર નીચે મુજબ છે.

બનાસકાંઠા................................................ ૭૪ ટકા

પાટણ....................................................... ૬૬ ટકા

મહેસાણા................................................... ૭૫ ટકા

સાબરકાંઠા................................................. ૭૭ ટકા

અરવલ્લી.................................................. ૬૬ ટકા

ગાંધીનગર................................................ ૬૫ ટકા

અમદાવાદ................................................ ૬૩ ટકા

આણંદ...................................................... ૭૩ ટકા

ખેડા.......................................................... ૭૦ ટકા

મહિસાગર................................................. ૬૫ ટકા

પંચમહાલ................................................. ૭૨ ટકા

દાહોદ....................................................... ૬૦ ટકા

વડોદરા.................................................... ૭૩ ટકા

છોટાઉદેપુર............................................... ૭૦ ટકા

કુલ..................................................... ૬૮.૭૦ ટકા

(7:52 pm IST)