Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

નરેન્દ્રભાઇની લોકપ્રિયતાથી કોંગ્રેસ પરેશાન, રાહુલજીને બચાવવા ઇલેકશન કમીશનને બદનામ કરે છેઃ વિજયભાઇ રૂપાણી

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી પુર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતાથી કોંગ્રેસ પરેશાન છે અને રાહુલજીને બચાવવા ઇલેકશન કમીટીને બદનામ કરે છે. મતદાન કર્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને આંગળી ઉપરનું મતદાનનું નિશાન બતાવીને પોતે મતદાન કર્યુ છે તમે પણ મતદાન કરજો તેવો સંદેશ આપ્યો હતો અને લોકોનું અભિવાદન જીલ્યું હતું. લોકોનું અભિવાદન જીલવું એ કાયદાનો ભંગ થતો નથી તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે લોકોએ ભાજપને સ્વીકાર્યુ છે અને કોંગ્રેસનો પરપોટો ફુટી ગયો છે. વિકાસની રાજનીતીને અને નરેન્દ્રભાઇ મોદીની કાર્યપધ્ધતીને લોકોએ આવકારી છે.

(6:42 pm IST)