Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ગુજરાતમાં ભાજપની સરકાર બનશેઃ તમામ એકઝીટ પોલમાં તારણ...

રાજકોટ, તા., ૧પઃ ગુજરાત વિધાનસભાની શનિવારે પ્રથમ તબક્કાની ચુંટણી યોજાયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન પણ શાંતીપુર્ણ પુર્ણ થયા બાદ આજે સાંજે તમામ એકઝીટ પોલમાં ભાજપની સરકાર બનશે તેમ જણાવાયું છે.

જેમાં ટાઇમ્સ નાઉના એકઝીટ પોલમાં જણાવાયું છે કે, ભાજપને ૧૮૯ બેઠકોમાંથી ૧૦૯ કોંગ્રેસને ૭૦ અને અન્યને ૩, જયારે એબીપી સીએસબીએસના એકઝીટ પોલમાં ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છની પ૪ બેઠકોમાંથી ૩૪ બેઠકો મળશે જયારે કોંગ્રેસને ૧૯ અને અન્યને એક બેઠક મળશે.

ઇન્ડીયા ન્યુઝના એકઝીટ પોલમાં જણાવાયું છે કે ભાજપને ૧૧૦ થી ૧ર૦ અને કોંગ્રેસને ૬પ થી ૭પ તથા અન્યને ર થી ૪ બેઠકો મળશે. જયારે ન્યુઝ સી વોટરના એકઝીટ પોલમાં ભાજપને ૧૦૮ કોંગ્રેસને ૭૪ અને અન્યને એક પણ બેઠક નહિ મળે તેવું જણાવાયું છે.

આજે સાંજે જુદા-જુદા પાંચ એકઝીટ પોલના તારણોમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ભાજપની  સરકાર બનશે.

(6:38 pm IST)