Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પ૧ ટકા ભારતીય મોબાઇલ-યુઝર્સ દર દસ મિનિટે ફોનમાં જુએ છે

નવી દિલ્હી તા. ૧૪ : સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનમાં એટલો વણાઇ ગયો છે કે ઘણા લોકો એના વિનાનું જીવન કલ્પી પણ નથી શકતા. અમેરિકા, બ્રિટન, ભારત અને ચીન એમ ચાર દેશોમાં લગભગ ૧૦,૦૦૦ લોકોનો સ્ટડી કરીને દરેક દેશના લોકોનું મોબાઇલ ફોન સાથેનું બિહેવિયર કેવું છે એ તપાસવામાં આવ્યું હતું. એમાં નોંધાયું હતું. કે પ૧ ટકા ભારતીય મોબાઇલધારકો દર દસ મિનિટે મોબાઇલમાં નજર કરે છે. ભલેકોઇ મેસેજ કે નોટિફીકેશન ન આવ્યું હોય તો પણ તેમનાથી અનાયાસ ફોન ચેક થઇ જાય છે. ભારતમાં ૪૧ ટકા લોકો ઓનલાઇન રિવ્યુને પ્રમાણભૂત માની લે છે અને ૮૦ ટકા લોકો એપ્લિકેશન દ્વારા ઓટોમેટિક ઇન્ફર્મેશન ગળાઇને આવે અને ઇન્ફર્મેશન ઓવરલોડ ન થાય એવું પ્રિફર કરેછ.ે ર૦૦૦ની સાલ પછીથી જન્મેલા જુવાનિયાઓ ઓનલાઇન બેસ્ટ ડીલ્સ, ડિસ્કાઉન્ટ અને કેશબેંકની તલાશમાં હોય છે. ભારતમાં ૬૮ ટકા ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ રોજિંદી જરૂરિયાતની ચીજો માટે જાય છે.

(4:17 pm IST)