News of Thursday, 14th December 2017
બેંગલુરુ તા. ૧૪ : ઓનલાઈન રિટેલ સેકટરની દેશી કંપની ફિલપકાર્ટે સ્ટાફ પાસે પડેલા ૧૦૦ મિલિયન ડોલર (૬૭૦ કરોડ રૂપિયા)ના શેર પાછા ખરીદી લીધા છે. દેશની પ્રાઈવેટ કંપની તરફથી જંગી એમ્પોલયી સ્ટોક ઓપ્શન્સમાં તેનો સમાવેશ થાય છે. કંપનીના આ પગલાને કારણે કંપનીના ૩૦૦૦ જેટલા ચાલુ અને ભૂતપૂર્વ કર્મચારીઓને ફાયદો થશે.
બેંગલુરુ સ્થિત ઈ-રિટેલર કંપનીએ બુધવારે જણાવ્યું કે ફિલપકાર્ટની આ બાયબેક ઓફર દેતા સૌથી મોટા એએસપીઓ રીપર્ચેસ પ્રોગ્રામમાંની એક બની ગઈ છે. બાયબેક ઓફર ફિલપકાર્ટ, મિન્ત્રા, જબોંગ, ફોન પેના બધા જ કર્મચારીઓને આપવામાં આવી હતી. ફિલપકાર્ટે જણાવ્યું કે તેમણે કર્મચારીઓને સ્ટોક ઓપ્શન્સ વટાવવાની આ પાંચમી તક આપી છે.
આ ઓફર જોતા તે માત્ર ફિલપકાર્ટ જ નહિ પરંતુ દેશના કોઈપણ સ્ટાર્ટઅપ સેકટરનો સૌથી મોટો બાયબેક પ્રોગ્રામ છે. પોતાના શેર વેચનારા બે કર્મચારીઓએ જણાવ્યું કે કંપનીમાં સક્રિય કર્મચારીઓ અને જે કંપની જોઈન કરવા માંગે છે તે કર્મચારીઓ માટે આ ઓફર ખૂબ જ અગત્યની છે.
ફિલપકાર્ટના ચેરમેન સચિન બંસલ અને ગૃપના સીઈઓ બિન્ની બંસલે જણાવ્યું કે, 'કર્મચારીઓ અમારી તાકાત છે. તેમના વિના ફિલપકાર્ટ ઈન્ડિયામાં પોતાની ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રી ઊભી ન કરી શકત. એક કંપની તરીકે અમે અમારી સફળતામાં તેમની સમાન ભાગીદારીની આશા રાખીએ છીએ. આ પ્રોગ્રામ તેમને તેમણે કંપની માટે કરેલી મહેનત માટે થેન્ક યુ કહેવાની એક રીત છે. અમે સ્ટાર્ટ અપ ઈન્ડસ્ટ્રી નહિ પરંતુ ભારતના વિસ્તૃત ખાનગી સેકટરમાં આ બેન્ચમાર્ક સેટ કરીને ખૂબ જ ખુશ છીએ.'
ઉલ્લેખનીય છે કે પેટીએમ અને લોજિસ્ટિકસ વેન્ચર બ્લેક બકે પણ પોતાના સ્ટાફને બાયબેક ઓપ્શન આપ્યો હતો. ઓનલાઈન ફર્મ સાઈટ્સના ટેક ઓવર સમયે પણ કંપનીના ૫૦ કર્મચારીઓએ પોતાના કર્મચારીઓને સારી કમાણી કરી હતી.