Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રાજ્યસભામાં મોદી અને શાહ પ્રથમ હરોળમાં સાથે બેસશે

નવી દિલ્હી તા. ૧૪ : રાજયસભા સચિવાલયે સદનના નવા સભ્યો માટે બેઠક વ્યવસ્થા રજૂ કરી છે. હવે રાજયસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રથમ હરોળમાં જોડે બેઠલા જોવા મળશે.

સૂત્રોના અહેવાલ પ્રમાણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પીએમ મોદી અને સદન ભાજપના નેતા અરૂણ જેટલી એકસાથે પ્રથમ હરોળમાં બેઠેલા જોવા મળશે. અમિત શાહનું રાજયસભામાં આગમન થવાથી ભાજપને વધુ રાહત જોવા મળશે. તો બીજી તરફ પ્રથમ હરોળમાં બેસનાર ત્રણ પ્રમુખ વિપક્ષી નેતાઓની ગેરહાજરી વિપક્ષને ઉણપ જેવું લાગશે. આ ત્રણ નેતાઓમાં જેડીયુના વિદ્રોહી નેતા શરદ યાદવ, બસપાના માયાવતી અને માકપાના સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વેંકૈયા નાયડુ તે જગ્યા પર બેસતા હતા. તો બીજી તરફ વિપક્ષની હરોળમાં શરદ યાદની જગ્યાએ જેડીયુના નેતા આરસીપી સિંહને મળશે. (૨૧.૭)

(9:30 am IST)