Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન તો ભાજપનો જ થશે : શિવસેના આદિત્ય ઠાકરેની ઇચ્છા હોય તો ડેપ્યુટી સીએમ બની શકે

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સ્પષ્ટ વાત : ફડનવીસે કહ્યું નિર્ણય એમણે કરવાનો છે કે આદિત્યને નાયબ મુખ્યમંત્રી બનાવવો કે નહીં

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે સ્પષ્ટ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યનો મુખ્ય પ્રધાન તો ભાજપનો જ થશે. શિવસેનાના આદિત્ય ઠાકરેની ઇચ્છા હોય તો નાયબ મુખ્ય પ્રધાન બની શકે છે

  .એક ટીવી ચેનલ દ્વારા યોજાયેલા શિખર સંમેલનમાં સામેલ થતાં દેવેન્દ્ર ફડનવીસે જરાય શબ્દો ચોર્યા વિના આ વાત સ્પષ્ટ કરી દીધી હતી. તાજેતરમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે એક દિવસ હું રાજ્યના મુખ્ય પ્રધાન તરીતે શિવસૈનિકને બેસાડીશ એવું વચન મેં મારા પિતાને આપ્યું હતું.

    એક સવાલના જવાબમાં ફડનવીસ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે નિર્ણય શિવસેનાએ કરવાનો છે કે આદિત્યને નાયબ મુખ્ય પ્રધાન બનાવવો છે કે કેમ.ભાજપના મોટા મોટા નેતાઓની ટિકિટ કપાઇ છે એ વિશે બોલતાં તેમણે કહ્યું કે એ નિર્ણય મારો નથી, પક્ષના મોવડી મંડળનો છે. જેમને ટિકિટ નથી મળી એ નેતાઓ પણ મહેનતુ અને પક્ષના હિતમાં કામ કરનારા છે એ હકીકત છે.

(2:12 pm IST)