Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રૂપિયો ધડામ : ૭૨ વર્ષમાં પહેલીવાર ૭૦ને પાર : મોંઘવારી વધશે

૧૯૪૭થી લઇને અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો ઇટાલીની મુદ્રા લીરાના 'લીરા' ઉડતા રૂપિયો ઉંધામાથે ગબડયો : આ વર્ષે ૧૦% તુટયો : આ મહિને જ ૧૬૪ પૈસા ઘસાયો : પેટ્રોલ - ડિઝલ મોંઘા થશે : બેંક લોન મોંઘી થશે : વિદેશ પ્રવાસ - વિદેશ અભ્યાસ મોંઘો થશે : કોમ્પ્યુટરથી લઇને ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓના ભાવ વધશે

નવી દિલ્હી તા. ૧૪ : ટ્રેડ વોર પછી કરન્સી વોરમાં રૂપિયો ડોલર સામે રાંક બન્યો છે. તુર્કીના નાણાકીય સંકટમાં ડોલર ઇન્ડેકસ ૯૬.૫૬ સુધી વધતાં રૂપિયો ૧૧૦ પૈસા તૂટીને ૬૯.૯૩ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યો હતો. જોકે હવે રૂપિયાની સ્થિતી વધુ નબળી પડતા ૭૦.૦૮૫ના સ્થિતી પર પહોંચી ગયો છે. ડોલર સામે રૂપિયામાં ઓગસ્ટ ૨૦૧૩એ ૧૪૮ પૈસાના એક દિવસીય સૌથી મોટા ઘટાડા પછી આ બીજો મોટો ૧૧૦ પૈસાનો ઘટાડો હતો.

ઙ્ગસવારના સત્રમાં રૂપિયો ૪૧ પૈસા મજબૂત ખુલીને ૬૮.૪૨ થયા પછી ઝડપથી ઘટતો રહીને દિવસને અંતે નવા તળિયે પહોંચ્યો હતો. જો ડોલર ઇન્ડેકસ હજુ મજબૂત થશે તો રૂપિયા સહિત ઇમર્જીંગ માર્કેટની કરન્સીઓ નવા તળિયા શોધશે એમ એનાલિસ્ટોનું કહેવું છે.ઙ્ગ

અમેરિકાએ તુર્કીથી આયાત થતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જંગી આયાત ડ્યૂટી લાદતા લીરા આઠ ટકા તૂટીને ૭.૨૪દ્ગક સૌથી નીચી સપાટીએ ગબડતાં ઇમર્જીંગ માર્કેટની કરન્સી પર દબાણ આવ્યું હતું. બ્રીક દેશોની રશિયા, બ્રાઝિલ, ચીન, સાઉથ આફ્રિકા સહિતના દેશોની કરન્સીમાં પણ ધોવાણ જોવાયું હતું. વૈશ્વિક એકસચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ની ડોલરમાં ખરીદીએ શેરબજારની સાથે કોમોડિટીઝને પણ આંચકો લાગ્યો છે.ઙ્ગઙ્ગ

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં ૩.૨ ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં ૮.૬ ટકાનો ઘટાડો જોવાયો છે. જયારે ડોલર ઇન્ડેકસ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક ૬.૯૫ તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા ૬.૮૯ના સ્તરે રહ્યો હતો. રૂપિયાના ફ્રી ફોલમાં રિઝર્વ બેન્ક કે બેન્કો પણ એગ્રેસિવ ખરીદીથી દૂર રહી હતી.ઙ્ગ

ઙ્ગછેલ્લા કેટલાક સમયથી બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને ૭૨ ડોલર આસપાસ રહ્યા છે ત્યારે રૂપિયામાં ધોવાણથી તેની અસર ધોવાઈ ગઈ છે. જોકે, રૂપિયાની સાથે અન્ય દેશોની કરન્સીમાં પણ ધોવાણ થયું હોવાથી નિકાસકારોમાં ગભરાટ નથી એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. આમ છતાં રૂપિયાની નબળાઇથી આયાતકારોની ચિંતા વધી છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ હવે રૂપિયા પર દબાણ રહેશે. સતત ડોલરમાં આવી રહેલી મજબૂતી કાચા તેલની કિંમતોમાં ચાલુ રહેલી ઉથલ - પાથલ અને વિદેશી રોકાણ પ્રવાહમાં ઘટાડા માટે જવાબદાર છે.

રૂપિયાના ધોવાણના લીધે પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત મોંઘી પડશે, મોંઘવારી વધશે તેમજ બેંકોની લોન પણ થશે 'મોંઘી' તેમજ ઘરેલું રોકાણ તેમજ કંપનીઓનો વિસ્તાર યોજનાઓ પર ખરાબ અસર કરશે તેમજ વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓના ખર્ચમાં થશે વધારો તેમજ વિદેશયાત્રા પર ભારતીયોનો ખર્ચમાં થશે વધારો. ઉપરાંત નિર્યાતકોની કમાણીમાં થશે વધારો.

(3:30 pm IST)