Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પ્રદૂષણથી દેશના ૬૬ કરોડ લોકોને અસર

નવીદિલ્હી તા.૧૪: ભારતમાં આવેલાં શહેરોમાં ભારે પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે અને આશરે ૬૬ કરોડ લોકો મર્યાદા કરતાં વધારે પ્રદૂષિત વાતાવરણમાં રહેવા માટે મજબુર બન્યા છે. દિલ્હીમાં તો લોકોનું આયુષ્ય આશરે ૬ વર્ષ ઓછું થાય એટલું બધું પ્રદૂષણ છે. યુનિવર્સિટી ઓફ શિકાગો અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ દ્વારા ભારતનાં શહેરોમાં પ્રદૂષણની માત્રા ઓછી કરવા અને એર-કવોલિટી સુધારવા માટે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. એમાં જાણવા મળ્યું છે કે શહેરોમાં પ્રદૂષણના કારણે ફાઇન પાર્ટિકયુલેટ મેટરની માત્રા ઘણી વધારે છે. હવાની કવોલિટી સુધારવામાં આવે તો ભારતનાં શહેરોમાં રહેતા લોકોના આયુષ્યમાં આશરે ચાર વર્ષનો વધારો થઇ શકે એમ છે. શિકાગોમં તાતા સેન્ટર ફોર ડેવલપમેન્ટના પ્રોફેસર માઇકલ ગ્રીનસ્ટોનના કહેવા મુજબ પ્રદૂષણના કારણે લોકો બીમાર થાય છે અને આયુષ્ય ટુંકુ થાય છે. દિલ્હી અને બીજા શહેરોમંા હવાની કવોલિટી સુધારવા માટે સરકાર દ્વારા અસરકારક કાર્યક્રમ શરૂ કરવા જરૂરી છે

(12:05 pm IST)