Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની સૌથી દેશભકત બ્રેન્ડ

મુંબઇ તા. ૧૪ :.. દેશની સૌથી મોટી લોન પ્રોવાઇડર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) ને ભારતની સૌથી મોટી દેશભકત બ્રેન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. એસબીઆઇ એ આ સ્થાન તાતા મોટર્સ, પતંજલિ, રિલાયન્સ જિઓ અને બીએસએનએલ જેવી જાણીતી કંપનીઓને પછાડીને મેળવ્યું છે. યુનાઇટેડ કિંગડમની ઓનલાઇન માર્કેટ રિસર્ચ એન્ડ ડેટા એનેલેટિકસ ફર્મ યુગવ ઓમ્નીબસ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ૧૧ કેટેગરીમાં ૧પર બ્રેન્ડનો સમાવેશ હતો. બે થી ૮ ઓગસ્ટ વચ્ચે થયેલા આ ઓનલાઇન સર્વેમાં ૧૧૯૩ લોકોએ ભાગ લીધો હતો. ૧૬ ટકા લોકોએ એસબીઆઇ માટે મત આપ્યો હતો. ૮ ટકા મત સાથે તાતા મોટર્સ અને પતંજલિ બીજા નંબરે અને ૬ ટકા મત સાથે રિલાયન્સ જિઓ ત્રીજા નંબરે રહ્યાં હતાં. સેકટરવાઇઝ વાત કરવામાં આવે તો ફાઇનેન્શિયલ સેકટરને સૌથી વધારે દેશભકત ગણવામાં આવ્યું છે અને એમાં એસબીઆઇ અને એલઆઇસીને લોકોએ સૌથી વધારે મત આપ્યા હતાં. ત્યારબાદ ઓટો, કન્ઝયુમર ગુડસ, ફુડ અને ટેલિકોમ સેકટરનો નંબર રહ્યો હતો. (પ-૧૩)

(11:51 am IST)