Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સુકમા એન્કાઉન્ટર પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ : ફેક ગણાવીને બનાવી ૧૮ સભ્યોની તપાસ ટીમ

૬ ઓગસ્ટે સુકમા જિલ્લાના કોંટા વિસ્તારમાં ફોર્સે એન્કાઉન્ટરમાં ૧૫ નકસલીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે : જોકે આ અથડામણ પછી આની સત્યતા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે

જગદલપુર (બસ્તર) તા. ૧૪ : ૬ ઓગસ્ટે સુકમા જિલ્લાના કોંટા વિસ્તારમાં ફોર્સે એન્કાન્ટરમાં ૧૫ નકસલીઓને ઠાર મારવાનો દાવો કયો છે, જોકે આ અથડામણ પછી આની સત્યતા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. કોંગ્રેસે પણ આ અથડામણને ફેક ગણાવતા તપાસ માટે ૧૮ સભ્યોની એક ટીમ નિયુકત કરી છે. આ ટીમ અથડામણના સ્થળ પર જઈને સત્યતાની તપાસ કરશે અને રિપોર્ટ પીસીસી સામે રજૂ કરશે.

કોન્ટા ધારાસભ્ય આદિવાસી નેતા કવાસી લખમાએ નિવેદન આપતા જણાવ્યું કે, બસ્તરમાં નકસલ ઓપરેશનના નામ પર નકલી અથડામણ થઈ છે. કોંગ્રેસે તે પણ ફરિયાદ કરી છે કે, સરકારે ઘણી તપાસ કમિટીઓની રચના કરી છે પરંતુ એકમાં પણ આદિવાસીઓના હિતમાં નિર્ણય આવ્યો નથી. કવાસીએ કહ્યું કે, કોંગ્રેસની સરકાર આવ્યા બાદ ફરીથી નકલી અથડામણ મામલાઓની તપાસ કરાવવામાં આવશે અને છ મહિનાની અંદર પરિણામ સામે લાવશે.

કવાસીએ લખમાએ મહારા સમાજના સમર્થનમાં કહ્યું કે, પ્રદેશ સરકારે ચૂંટણીને નજરમાં રાખીને મહારા જાતિને અનુસૂચિત જનજાતિમાં સામેલ તો કર્યા તેની સાથે તેમને શબ્દને જ પરિવર્તિત કરી મહારાથી મહાર કરી દીધો. આને સુધારીને મહારા જ રહેવા દેવામાં આવે કારણ કે મહારા સમાજનું મૂળ ઉચ્ચારણ છે.(૨૧.૯)

 

(9:56 am IST)