Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

૨૫૦૦૦ કરોડના એર ઇન્ડિયાના વિમાન સ્પેરપાર્ટની અછતના લીધે બેકાર બન્યા

આર્થિક દુર્દશાનો શિકાર એર ઇન્ડિયાને નાગરિક વિમાનન મંત્રાલય ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ ઉપલબ્ધ કરાવવા માટે વિચાર વિમર્શ

મુંબઇ તા. ૧૪ : દેવામાં ફસાયેલી સાર્વજનિક વિમાનન કંપની એર ઇન્ડીયાએ સ્પેરપાર્ટની અછતના લીધે નવ એરબસ એ-૩૨૧ સહિત ૧૯ વિમાનોનું પરિચાલન બહારથી કરવામાં આવ્યું છે. તેનાથી તેની ઉડાણો રદ થઇ રહી છે તેના લીધે મહેસૂલરૂપી ભારે નુકસાન વેઠવી પડી રહ્યું છે. કંપનીના વિમાનચાલકોના એક સંગઠને આ આરોપ લગાવ્યો છે. ઇન્ડીયન કમર્શિયલ પાયલોટ્સ એસોશિએશન (આઇસીપીએ)એ એર ઇન્ડીયાના ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર પ્રદીપ સિંહ ખરોલાને પત્રમાં આ જાણકારી આપતાં કહ્યું કે તેમના ઉપરાંત વિમાનોના બેડામાં ભારે અદલા-બદલી થઇ રહી છે જેનાથી છેલ્લી ઘડીએ વિમાનો ઉપલબ્ધતા પ્રભાવિત થઇ રહી છે.

સંગઠને આરોપ લગાવ્યો છે કે 'સ્પેર-પાર્ટ્સની અછતના લીધે એર-ઇન્ડીયાના મોટા ૨૩ ટકા વિમાન પરિચાલનથી બહાર છે. આ પ્રમાણે આજની કિંમતના આધારે લગભગ ૩.૬ અરબ ડોલર એટલે કે ૨૫ હજાર કરોડ રૂપિયાના વિમાગ હેંગરમાં નિષ્ક્રિય ઉભા છે.'  એર ઇન્ડીયાના ૨૦ એરબસ એ-૩૨૧ વિમાનોમાંથી આઠ વિમાન સ્પેર સ્પાર્ટ્સની અછતના લીધે પરિચાલનથી બહાર છે. ચાર એ-૩૧૯ પણ નિષ્ક્રિય પડ્યા છે. આ ઉપરાંત પાંચ બોઇંગ ૭૭૭ અને બે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર પણ પરિચાલનથી બહાર છે.

સંગઠનનું કહેવું છે કે એ૩૧૯ વિમાન ઘરેલૂ નેટવર્ક માટે ખૂબ ઉપયોગી છે. તેમનો ઉપયોગ વધુ વ્યસ્તતાવાળા માર્ગો પર કરવામાં આવે છે. પરંતુ આ વિમાનો ઉભા રહેવાના લીધે દૈનિક આધારે ખૂબ રાજસ્વનું નુકસાન થઇ રહ્યું છે. આ પ્રકારે એ૩૨૦ની સ્થિતિ હાલ સારી છે, તેમાં નવા વિમાનો લાવવામાં આવ્યા છે. બોઇંગ ૭૭૭ બેડામાં પાંચ વિમાન હેંગરમાં ઉભા છે. આ પ્રકારે ૭૮૭ ડ્રીમલાઇનર્સના ૨૬ વિમાનોમાંથી બે ઉભા છે. સંગઠને આ વિમાનોના પરિચાલનની બહાર રહેવાથી મેનેજમેંટ પર સવાલ ઉભા કરતાં કહ્યું તેની એર ઇન્ડીયના ફાયદા પર ગંભીર અસર પડી રહી છે.

આ દરમિયાન આર્થિક દુર્દશાનો શિકાર એર ઇન્ડીયાને નાગરિક વિમાનન મંત્રાલય ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ ઉપલબ્ધ કરાવવા માટે વિચાર વિમર્શ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એર ઇન્ડીયાના ખાનગીકરણમાં મળેલી નિષ્ફળતાના લીધે મંત્રાલય આ મામલે વિચાર કરી રહી છે. એર ઇન્ડીયાના નાણાકીય સંકટ સતત બની રહ્યું છે. સૂત્રોના અનુસાર નાગરિક વિમાનન એર ઇન્ડીયાને રાહત પેકેજ આપવા પર વિચાર કરી રહી છે જેથી વિમાનન કંપનીને તેની ઉંચી પડતરના કાર્યશીલ પૂંજી લોનમાંથી રાહત મળી શકે. હજુ પણ આ પ્રસ્તાવ શરૂઆતી તબક્કામાં છે.

આ સંબંધમાં નાગર વિમાનન સચિવ આર. એન. ચૌબેને મોકલવામાં આવેલા પ્રશ્નો જવાબ મળ્યા નહી. તો બીજી તરફ એર ઇન્ડીયાના પ્રવકતાએ કહ્યું કે 'આ મામલો નાગર વિમાનન મંત્રાલય હેઠળ આવે છે. અમારે તેમાં કોઇ પ્રતિક્રિયા આપવી ન જોઇએ.' સૂત્રોના અનુસાર પ્રસ્તાવ જોકે હજુ શરૂઆતી સ્તર પર છે, પરંતુ તેના હેઠળ એર ઇન્ડીયાને ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

એક સૂત્રે કહ્યું કે 'એર ઇન્ડીયાના ખાતાને સ્વચ્છ બનાવવા માટે એરલાઇનને રોકાણ માટે આકર્ષક બનાવવામાં આવશે. સરકારે જયારે પણ તેની રણનીતિક વેચાણ માટે આગળ આવશે ત્યારે આ રોકાણકારો માટે આકર્ષક હશે.' એર ઇન્ડીયાએ ગત વર્ષે યુપીએ સરકારે ૨૦૧૨માં  રાહત પેકેજ આપ્યું હતું. તેના બળ પર હજુ સુધી ઉડાન ભરી રહી છે. માર્ચ ૨૦૧૭ની સમાપ્તિ પર આ રાષ્ટ્રીય વિમાનન કંપની પર ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું હતું. ગત મહિને સરકારે એરલાઇનમાં ૯૮૦ રૂપિયાની ઇકિવટી પૂંજા નાખવા સંબંધી અનુપૂરક અનુદાન માંગોને સંસદની મંજૂરી માટે રજૂ કરી. (૨૧.૮)

(9:54 am IST)