Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયા મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુના સમર્થન માટે એન્‍ટરટેઇનમેન્‍ટ પ્રોગ્રામઃ ૧૮ ઓગ. શનિવારના રોજ યોજાનારા પ્રોગ્રામમાં સાવિત્રી આર્ટસ એકેડમી દ્વારા સાંસ્‍કૃતિક કૃતિઓ રજુ થશેઃ બાદમાં ડિનરનું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં એનાહાઇમ, કેલિફોર્નિયાના મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુના સમર્થનમાં આગામી ૧૮ ઓગ.૨૦૧૮ શનિવારના રોજ મનોરંજન પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

૧૪૫ S વિસ્‍તા ગ્રાન્‍ડે મુકામે યોજાનારા આ એન્‍ટરટેઇનમેન્‍ટ પ્રોગ્રામનો સમય સાંજે ૬.૩૦ થી રાત્રિના ૮.૩૦ વાગ્‍યા સુધીનો રહેશે. જેમાં સાવિત્રી આર્ટસ એકેડેમી દ્વારા કલ્‍ચરલ પ્રોગ્રામ રજુ કરાશે. બાદમાં ડિનરનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)