Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ડિમાન્ડ દ્રાફ્ટના નિયમમાં મોટો ફેરફાર : ખરીદી કરનારનું નામ પણ ડીડીના ફ્રંટ પર લખવું પડશે

બ્લેક મની પર રોક લગાવવા માટે રિઝર્વ બેંકે કર્યો નિર્ણય

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે ડિમાન્ડ ડ્રાફ્ટના નિયમમાં ફેરફાર કર્યો છે બ્લેક મની પર રોક લગાવવા માટે સરકાર અને રિઝર્વ બેંક પ્રયાસ કરી રહી છે તે અંતગર્ત રિઝર્વ બેંકે ડીડીનાં નિયમમાં ફેરફાર કર્યો છે હવે કોઈ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવે છે તો, તેના પર હવે તેનું પણ નામ હશે. અત્યાર સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ પર માત્ર એજ વ્યક્તિનું નામ રહેતુ હતું, જેના ખાતામાં પૈસા જતા હતા.

  બેંકની શાખામાંથી ડિમાન્ડ ડ્રાફ્ટની ખરીદી કરનારનું નામ પણ ડીડીના ફ્રંટ પર લખેલુ હશે. હાલના નિયમ મુજબ, ડીડીમાં માત્ર તેજ સંસ્થા કે વ્યક્તિનું નામ રહેતુ હતું, જેને પૈસા મળવાના હોય. આરબીઆઈ દ્વારા જાહેર કરવાામાં આવેલા નવા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ડિમાન્ડ ડ્રાફ્ટની ખરીદી કરનારનું નામ જાહેર ન થવા પર ઉત્પન્ન થઈ રહેલ સમસ્યાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  ડીડી જમા કરાવનારનું નામ ન હોવાથી આનો ઉપયોગ મની લોન્ડ્રિંગ માટે પણ કરવામાં આવી શકે છે. જેથી આરબીઆઈએ નિર્ણય લીધો છે કે, ડીડીના આગળના ભાગમાં ડીડી ખરીદનારનું નામ પણ લખવામાં આવશે. ડીડી સિવાય પે ઓર્ડર અને બેંકર્સ ચેક પર પણ આ નિયમ લાગૂ થશે. આરબીઆઈ તરફથી આપવામાં આવેલ આ આદેશ 15 સપ્ટેમ્બર 2018થી લાગૂ થશે.

(9:00 pm IST)