Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

બાળકો ગેમ્સ અને ફની વિડીયો બનાવવા માટે સૌથી વધુ સર્ચ કરે છે ઇન્ટરનેટ

કોરોનાને લીધે સૌથી વધુ સર્ચમાં ગેમ્સ અને યુ ટયુબ બ્લોગર

નવી દિલ્હી તા. ૧૪: કોરોનાએ બાળકોનું ભણવાથી લઇને રમત-ગમત, મનોરંજનને બદલી નાખ્યું છે. તેઓ ટીવીથી વધુ મોબાઇલ ઉપર ગેમ રમવા, યુ ટયુબ ઉપર વીડીયો સર્ચ કરવામાં સમય વિતાવે છે.

વિશ્વમાં છેલ્લા ૧ વર્ષમાં સોફટવેર, ઓડીયો-વીડીયો અને ઇ-કોમર્સ જેવી શ્રેણીઓમાં બાળકોની રૂચી વધી છે. યુ ટયુબ ઉપર સૌથી વધુ સમય ગાળે છે. બીજા નંબરે વોટ્સઅપ અને ત્રીજા નંબરે ટીકટોક છે. બાળકોની સક્રીયતા સૌથી વધુ ૩૪.૭૧ ટકા ગેમ્સમાં છે, જયારે ૧૮.૧૬ ટકા યુ ટયુબ બ્લોગર, ૧૭.૩પ ટકા મ્યુઝીક, ૭.પર ટકા મુવી ટલીવી શો, કાર્ટુન ૪.૪૩ ટકા યુ ટયુબ ટ્રેડ, ૩.૯ર ટકા ગાચા લાઇફ, ર.૬૯ ટકા હોબીઝ-કીટેટીવિટી, ર.૦૯ ટકા મીમ્સ, ૧.૯૩ ટકા એનીમ, ૧.૩૮ ટકા ટીકટોક વીડીયો અને પ.૮ર ટકા અન્ય સાઇટ ઉપર છે.

સૌથી વધુ સર્ચ થનારી વિડીયો ગેમ્સમાં માઇન ક્રાફટ રર.૮૪ ટકા, ફોર્ટ નાઇટ ૬.૭ ટકા, બ્રોલ સ્ટોર્સ ૬.૩૪ ટકા અને સૌથી ચર્ચીત ગેમ રોબોલો એન્ડ ૩ઉ૮ર ટકા છે. રીબોલો એન્ડ લગભગ બધા દેશોમાં ટોપ-૧૦ સર્ચમાં સામેલ છે.

વિડીયો સર્ચમાં સૌથી વધુ પ૦.ર૧ ટકા બાળકો કાર્ટુનવાળા વીડીયો કરે છે. જેમાં લેડી બગ, સુપર કૈટ, ગ્રેવીટી ફોલ્સ, પેપ્યા પિગ સૌથી લોકપ્રિય છે. વિડિયો સર્ચમાં બીજા સ્થાને ટીવી શો છે, જેમાં ધ વોયસ કીડસ, ગોડઝીલા વર્સીસ કોંગ તથા અન્ય શામેલ છે. બાળકો સંગીત બીટ્સ બનાવવા માટે યુટયુબ વિડીયો જોવે છે અને ફની વિડીયો પણ બનાવે છે.

(3:40 pm IST)