Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

તો દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો માર્ગ રોકી શકે છે 'કેરી' અને 'ચીકુ'

જમીન સંપાદનના કાર્ય એ સરકારની ચિંતા વધારી

નવી દિલ્હી તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનને હકીકતમાં સાકાર કરવાની તૈયારી પહેલેથી જ કરી લેવામાં આવી છે. પરંતુ આ પ્રોજેકટ વાસ્તવિક રીતે સાર્થક થાય તે પહેલા જ તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હવે કેરી અને ચીકુ જેવા ફળો પણ બુલેટ ટ્રેનના માર્ગમાં અવરોધ રૂપ બની રહ્યાં છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ પર કામ શરૂ થઈ ગયું છે. પરંતુ તેના માટે જમીન સંપાદનને લઈને સરકારને ઘણા અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. હવે તો સ્થાનિક રાજકારણીઓ પણ વિરોધને વધુ ભડકાવી રહ્યાં છે.

જમીન અધિગ્રહણને લઈને વિરોધ કરી રહેલા કેરી અને ચીકૂ જેવા બાગાયતી ખેડૂતોએ પણ વિરોધ ઉગ્ર કર્યો છે. તેઓ પોતાની જમીન ત્યાં સુધી આપવા રાજી નથી જયાં સુધી તેમને વૈકલ્પિક રોજગારની ગેરંટી આપવામાં ન આવે. ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધને કારણે ૧૭ અબજ ડોલરની આ મહત્વાકાંક્ષી યોજનામાં જમીન સંપાદનને લઈને ઔપચારિકતા પુરી કરવામાં વધારે સમય લાગી શકે છે. તેની ડેડલાઈન ડિસેમ્બર-૨૦૧૮ સુધી વધારવામાં આવી શકે છે.

હાલના દિવસોમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે બની રહેલા કોરીડોરને લઈને જમીન સંપાદન વિરૂદ્ઘ દેખાવો કરનારાનો વ્યાપ વધીને ૧૦૮ કિલોમીટર જેટલો થયો છે. સરકારે ખેડૂતો પાસેથી જમીન ખરીદવા માટે બજાર ભાવના આધારે ૨૫ ટકા પ્રીમિયમ કિંમત ચૂકવવાની ઓફર કરી હતી. વધુમાં પુનર્વસન માટે ૫ લાખ અથવા ૫૦ ટકા જેટલી જમીનની કીમત બન્નેમાંથી જે વધુ હશે તે ચૂકવવાની ઓફર આપવામાં આવી હતી.

ભારતીય રેલવેના બે વરિષ્ઠ અધિકારીઓના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની વ્યવસ્થામાં થયેલા વિલંબને કારણે જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA) દ્વારા જારી કરવામાં આવનારી સોફટ લોન્સના વિતરણમાં વિલંબ થઈ શકે છે. જાપાનની આ સરકારી એજન્સી આગામી મહિને આ મામલાની સમીક્ષા કરશે.(૨૧.૧૧)

(11:46 am IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST