Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રાહુલ ગાંધીએ પીએમની ફિટનેસ ચેલેન્જની ઉડાવી મજાક

'શું તમે પીએમનો ફિટનેસ વીડિયો જોયો? આ હાસ્યાસ્પદ છે... મારો અર્થ..એ વિચિત્ર છે.. આ માનસિક દેવાળીયાપણું છે'

નવી દિલ્હી તા. ૧૪ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટનેસ વીડિયોને 'વિચિત્ર' અને 'હાસ્યાસ્પદ' જણાવ્યો. દિલ્હીની તાજ હોટલમાં આયોજિત ઈફતાર પાર્ટી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, આ માનસિક દેવાળીયાપણું છે. રાહુલે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીને તેમનો ફિટનેસ વીડિયો ઉતારવા કહ્યું.

રાહુલ ગાંદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટનેસ વીડિયોની મજાક ઉડાવતા કહ્યું કે, 'શું તમે પીએમનો ફિટનેસ વીડિયો જોયો? આ હાસ્યાસ્પદ છે... મારો અર્થ... એ વિચિત્ર છે... આ માનસિક દેવાળીયાપણું છે.' આ દરમિયાન એ ટેબલ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલ પણ ઉપસ્થિત હતા. તે પછી રાહુલ ગાંધી સીતારામ યેચુરી તરફ ફર્યા અને તેમને પીએમને ટક્કર આપવા માટે તેમનો વીડિયો ઉતારવા કહ્યું. તેના પર ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા અને ડીએમકે નેતા કનીમોઝી જોરથી હસી પડ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટિલ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી ચૂપચાપ આ વાતચીત સાંભળી રહ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈફતાર પાર્ટીમાં સામેલ થનારામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ પણ હતા. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી હાલમાં વિદેશ પ્રવાસે હોવાથી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકયા ન હતા. આ પહેલા કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ પીએમ મોદીના વીડિયોને પાક ફાયરિંગમાં માર્યા ગયેલા બીએસએફ જવાનોનું અપમાન જણાવ્યો હતો.(૨૧.૭)

(5:08 pm IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST