Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ટીવી, ફોન કે ફ્રીઝ ગમે છે? અત્યારે ખરીદી લો, પૈસા પછી આપજો

સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ વગેરેના વેચાણમાં મંદી આવતા કંપનીઓ હવે ગ્રાહકો માટે હમણા ખરીદો, પૈસા પછી આપજો જેવી આકર્ષક સ્કીમો લઈને આવી રહી છે

કલકત્ત્।ા: સ્માર્ટ ફોન, ટીવી, ફ્રીઝ વગેરેના વેચાણમાં મંદી આવતા કંપનીઓ હવે ગ્રાહકો માટે હમણા ખરીદો, પૈસા પછી આપજો જેવી આકર્ષક સ્કીમો લઈને આવી રહી છે. આ સ્કીમ અંતર્ગત માલ ખરીદ્યા પછી તરત EMIનું ભારણ નહિ આવી પડે. ગ્રાહક ચીજ ખરીદ્યાના થોડા મહિના પછી પણ પૈસા ચૂકવવાનું ચાલુ કરી શકશે.

ઈલેકટ્રોનિકસ ઈન્ડસ્ટ્રીના ત્રણ ટોચના એકિઝકયુટિવ્ઝનું કહેવું છે કે અગાઉ આવી સ્કીમ માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોવા મળતી હતી પરંતુ હવે બજાજ ફાયનાન્સ, કેપિટલ ફર્સ્ટ, હોમ ક્રેડિટ ઈન્ડિયા જેવી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની પણ ખરીદદારોને ઈલેકટ્રોનિક ગેઝેટ્સ જેવા વ્હાઈટ ગુડ્સ ખરીદવા આકર્ષવા માટે આવી સ્કીમ્સ લઈને આવી રહી છે.

આ ઉપરાંત રિપેમેન્ટની શરતો ૨૪ મહિનાથી લંબાવી ૩૦ મહિના કરી દેવાઈ છે. NBFC ફાયનાન્સિંગના વિકલ્પો અગ્રણી રાષ્ટ્રીય અને સ્થાનિક રિટેલ ચેઈન સાથે મળીને ગ્રાહકો સમક્ષ રજૂ કરી રહી છે.એમેઝોન અને ફિલપકાર્ટ જેવા ઈકોમર્સ માર્કેટનો પણ આ સ્કીમ દર્શકો સુધી પહોંચાડવા માટે ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે.

બજાજ અને કેપિટલ ફર્સ્ટ સાથે કામ કરતી રિટેલ ચેઈન ગ્રેટ ઈસ્ટર્ન એપ્લાયન્સીસના ડિરેકટર પુલકિત બૈદે જણાવ્યું, 'આ ગ્રાહકોને ખરીદીનો નિર્ણય લેવા આકર્ષવા માટે છે.' આ સ્કીમમાંથી ગ્રાહકોને જ ફાયદો થશે. તે મિડિયમથી માંડી પ્રીમિયમ સેગમેન્ટના સ્માર્ટફોનનું વેચાણ પણ વધારશે. કેટલીક કન્ઝયુમર ફાયનાન્સ કંપનીઓ આવા પ્લાન પાછળ થતો ખર્ચો પણ પોતે માથે ઉઠાવે છે.

ટીવીના વેચાણમાં ઓકટોબરથી જંગી ઘટાડો આવ્યો છે. જયારે વોશિંગ મશીન અને ફ્રીઝના વેચાણમાં પણ ૨થી ૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીઓનું માનવું છે કે તેમની ઈન્ડસ્ટ્રી પર હજુ પણ નોટબંધીની અસર છે. બીજી ઈલેકટ્રોનિક આઈટમ્સ કરતા સ્માર્ટ ફોનના વેચાણમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ નવા લોન્ચ થયેલા ફોન, પ્રમોશન અને ડિસ્કાઉન્ટ છે. જો કે જાન્યુઆરી પછી સ્માર્ટફોનનું વેચાણ પણ થોડુ ઘટ્યુ છે. કંપનીઓનું માનવું છે કે આવા સમયે ગ્રાહકોને ખરીદી વખતે પૈસા ચૂકવવામાં રાહત અપાય તો વેચાણ વધે તેમ છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર ગ્રાહકોને આપાતી કન્ઝયુમર લોનમાં પણ ઘટાડો થયો છે. મર્ચ ૨૦૧૭માં લોન ૨૦,૮૦૦ કરોડ જેટલી હતી જે હવે ઘટીને ૧૮,૨૦૦ કરોડ થઈ ગઈ છે.

(4:41 pm IST)
  • મહારાષ્ટ્રના વર્ધા નણપુર વિદર્ભમાં બે દિવસથી વરસાદ- બરફના કરા :૧I લાખ હેકટર પાકને નુકશાન access_time 4:11 pm IST

  • દિલ્હીમાંથી ઇન્ડીયન મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી આરીઝ ખાન ઉર્ફે જૂનૈદ ખાન ઝડપાયો : ૯ વર્ષથી ફરાર હતો : તેના માથા પર ૧પ લાખનું ઇનામ હતું : બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ આતંકી આરીઝ ખાન હતો ફરાર : દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની ટીમે આરીઝ ખાનની ધરપકડ કરી : આરીઝ અમદાવાદ, યુપી, જયપુર બ્લાસ્ટ કેસમાં પણ છે આરોપી access_time 3:43 pm IST

  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબ્રુઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૂ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 9:38 am IST