Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના બે કોચમાં સંખ્યાબંધ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ: મૃત્યુ આંક વધ્યો: ૯ મોત અને ૩૬ ઘાયલ: લોકોના પરિવારજનોને પાંચ લાખ સહાય: ગંભીર ઈજાગ્રસ્તોને એક લાખ: સામાન્ય ઇજાગ્રસ્તોને ૨૫ હજાર: નરેન્દ્રભાઈ સતત સંપર્કમાં

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે શુક્રવારે સવારે જલપાઈગુડી ખાતે ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તપાસ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન સતત તેના પર નજર રાખી રહ્યા છે. હું વડાપ્રધાનના સતત સંપર્કમાં છું. ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસના બે કોચમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૩૬ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. રેલવેએ મૃત્યુ પામેલ મુસાફરો માટે તેમના પરિવારજનોને રૂ. ૫ લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. ૧ લાખ અને ઓછી ગંભીર ઇજાઓવાળાઓને રૂ. ૨૫ હજાર વળતર આપવાનું શરૂ કર્યું છે.

(5:06 pm IST)